મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવો કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીની ૧.૧૯ કરોડની આંગડિયા લુંટમાં વધુ એક આરોપી અને ચીટીંગના ગુનામાં પકડાયેલા એક આરોપી જેલ હવાલે


SHARE







મોરબીની ૧.૧૯ કરોડની આંગડિયા લુંટમાં વધુ એક આરોપી અને ચીટીંગના ગુનામાં પકડાયેલા એક આરોપી જેલ હવાલે

મોરબીમાં થોડા સમય પહેલા કંડલા બાયપાસ ઉપર વહેલી સવારે આવેલ આંગડીયા પેઢીના રૂપિયા ૧.૧૯ કરોડની માતબર રકમની લૂંટ કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા અમુક આરોપીઓને અગાઉ પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે દરમ્યાનમાં આરોપીઓ પૈકીનો એક આરોપી ઘરફોડ ચોરીના ગુનામાં લીંબડી જેલમાં હોવાની બાતમી મળી હતી જેથી ચુડા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટને આધારે મોરબીની રૂપિયા ૧,૧૯,૫૦,૦૦૦ ની આંગડિયા લૂંટમાં સંડોવાયેલ વનરાજ ઉર્ફે રવિ જાદવભાઈ રંગપરા જાતે કોળી (૨૮) રહે. કસવાડી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને મોરબી કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ પુરા થતા હાલ લૂંટના ગુનાના આરોપી વનરાજ કોળીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

તેમજ મોરબીની ચીટર ગેંગ દ્વારા રાજકોટના પૂર્વ કાઉન્સિલર સાથે જમીન બાબતે ખોટા દસ્તાવેજોને આધારે રોકડ રકમની છેતરપીંડી આચરવામાં આવી હતી.જે ગુનામાં અગાઉ અન્ય આરોપીઓ પકડાયા હતા અને તે દરમિયાનમાં ડમી આધારકાર્ડ બનાવડાવી દેવાના ગુનામાં ફરાર અશોક ભુદર ઘોરી જાતે પટેલ (ઉમર ૫૨) રહે.રાજકોટ નાના મૌવા મેઇન રોડ હરિદ્વાર હિલ્સ મૂળ રહે.ચાંચાવદરડા તાલુકો માળીયા મીંયાણા જીલ્લો મોરબીની નાસતા ફરતા સ્કવોડ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને એ ડિવિઝન પોલીસ હવાલે કરાતા કોર્ટમાં રજૂ કરી તેના રીમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ પુરા થતા હાલમાં અશોક ભુદર પટેલને પણ જેલ હવાલે કરાયો હોવાનું એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામે રહેતી પાયલબેન મનોજભાઈ નામની ૨૦ વર્ષીય યુવતી કોઈ કારણસર ફીનાઇલ પી જતા તેણીને સિવિલે સારવારમાં ખસેડવામાં આવી હતી અને તાલુકા પોલીસ મથકના પીએસઆઇ સાગરકા દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ સામેના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યોગેશ કાંતિભાઈ પટેલ નામના ૩૨ વર્ષના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના નાનીવાવડી ગામે કબીર આશ્રમ પાસે રહેતા ગણેશભાઈ રવજીભાઈ જેઠાણી નામના ૭૦ વર્ષના વૃદ્ધને કબીર આશ્રમ નજીક વહાન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર ગામે ઓમ પાર્ટી પ્લોટ નજીક આવેલ રાધે હાઇટ્સમાં રહેતો મિતેશ અંબારામભાઈ ગામી નામનો ૪૦ વર્ષેનો યુવાન મહેન્દ્રનગર પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સાથે કૂતરૂ અથડાતા થયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મિતેશભાઇને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News