મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતી યુવતી ગુમ


SHARE







મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતી યુવતી ગુમ

મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ બાલાજી હોમ્સમાં રહેતા વિપ્ર પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ જતા તેના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.જાણવા મળતી વિગચો મુજબ મોરબી-કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ બાલાજી હોમ્સમાં રહેતા પ્રમોદભાઈ દિનકરભાઇ અત્રી જાતે બ્રાહ્મણ (ઉમર ૫૫) નામના આધેડે પોલીસમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી રાધિકાબેન (ઉંમર ૨૨) ગત તા.૧૫-૧૦ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પોલીસે રાધિકાબેન ગુમ થયાં અંગેની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતો રોહિત ભાઈલાલભાઈ રાઠવા નામનો ૩૦ વર્ષનો યુવાન વાડીએ કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે નાનીવાવડી ગામે રહેતા સંગીતાબેન કલ્પેશગીરી ગોસ્વામી નામની ૩૯ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલના ટીકડા ખાઈ જતા તેણીને સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી.તેમજ જોડીયા નજીકના માવના ગામે રહેતી ડિમ્પલબેન અજયભાઈ બસીયા નામની ૨૪ વર્ષીય પરિણીતા ફીનાઇલ પી જતાં તેણીને પણ અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સનાળા રોડ રામજી મંદિર પાસે આવેલ ગંદ્રાની વાળી વિસ્તારમાં રહેતો રોહિત દયારામભાઈ ડાભી નામનો ૨૨ વર્ષનો યુવાન પંચાસર ચોકડી નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઇક સ્લીપ થતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ભરતનગર ગામે રહેતા મોહનભાઈ નરસીભાઈ પરમાર નામનો ૪૪ વર્ષીય યુવાન ટ્રેક્ટર લઈને વાડીએ જતો હતો ત્યારે સાદુરકા અને ભરતનગર વચ્ચેના રસ્તે તેમનો પગ ટ્રેક્ટરમાં આવી જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ અમદાવાદના નિકોલ રોડ ઉપર ખોડીયારનગર પાસેની રતનપાર્ક સોસાયટીમાં રહેતા સુમિતાબેન નનુભાઈ ચાંચડ નામની ૨૬ વર્ષીય મહિલા મોરબી નજીકના આમરણ ગામે આવેલ દાવલશા પીરની દરગાહ પાસે બાઈકમાં જતા સમયે તેઓનું બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.




Latest News