મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત તાત્કાલિક પુર્ણ કરાઈ


SHARE









મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત તાત્કાલિક પુર્ણ કરાઈ

મુળ જામનગર ના‌ વતની એવા આરીફભાઈ રફાઈના પત્ની ફિઝાબેન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડમાં સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને 'એ નેગેટિવ' બ્લડ ની‌ જરૂરિયાત ઉભી થતા‌ 'યુવા‌ આર્મી ગ્રુપ' નો‌ સંપર્ક સાધ્યો હતો જેથી 'યુવા આર્મી ગ્રુપ' ના સભ્ય રાજેશભાઈ શેરસિયા દ્વારા રાત્રીના તાત્કાલિક  સંસ્કાર બ્લડ બેંક પહોંચી ને બ્લડ ડોનેટ કરી 'એ નેગેટિવ' બ્લડની જરુરીયાત પુર્ણ કરી હતી તેમજ રવાપર ગામના વતની એવા જગદીશભાઈ ચાવડા ના પત્ની હિરલબેન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડમાં સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને 'એ બી નેગેટિવ' બ્લડની‌ જરૂરિયાત ઉભી થતા‌ 'યુવા‌ આર્મી ગ્રુપ' નો‌ સંપર્ક સાધ્યો હતો જેથી 'યુવા આર્મી ગ્રુપ' ના સભ્ય શ્રી હરેશભાઈ ભુત દ્વારા રાત્રીના તાત્કાલિક  સંસ્કાર બ્લડ બેંક પહોંચી ને બ્લડ ડોનેટ કરી 'એબી નેગેટિવ' બ્લડ ની જરુરીયાત પુર્ણ કરી હતી.આવા ઈમરજન્સી જરૂરીયાતના સમયે મદદરૂપ થવા બદલ તેમના પરિજનો દ્વારા રાજેશભાઈ, હરેશભાઈ તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે જણાવી દઈએ કે બ્લડ ગ્રુપ 'એ, બી, ઓ, એબી' ને પોઝિટિવ અથવા નેગેટિવ મા ગ્રુપ સમાવેશ કરવામાં આવે છે જેમાંથી નેગેટિવ બ્લડ ગ્રુપ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ‌ 'એબી‌ તથા એ' નેગેટિવ હજારો મા‌ ભાગ્યે જ કોઈકને હોય છે ત્યારે આવા દુર્લભ બ્લડની જરુરીયાત ઉભી થઈ જતા ક્યારેય દર્દીઓનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટ મા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે ને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરી શકો છો.




Latest News