મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

સિરામિક જગતમાં રાજીપો: મોરબીના ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરા હળવદ-ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર


SHARE









સિરામિક જગતમાં રાજીપો: મોરબીના ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરા હળવદ-ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર

મોરબી જીલ્લામાં સેન્સ લેવામાં આવી હતી ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ તેમજ બે માજી પ્રમુખ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી તે હાકકીત છે તેવામાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે તેમાં હળવદ -ધ્રાંગધ્રા બેઠક ઉપરથી મોરબીના સિરામિક ઉદ્યોગપતિ અને એફઆઇએના પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરાનું નામ ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને સિરામિક જગતમાં રાજીપો જોવા મળી રહ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ લડવાનો છે ત્યારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ઘણા જૂના જોગીઓને કાપીને તેની જગ્યાએ નવા નામો મૂકવામાં આવેલ છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા હળવદની બેઠળ એટ્લે કે હળવદ ધ્રાંગધ્રા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાનું નામ કાપીને તેની જગ્યાએ હાલમાં મોરબીના સિરમાઈક ઉદ્યોગપતિ અને એફઆઈએ એટલે કે ૨૧૮ જેટલી જીઆઇડીસી સહિતના અઢી લાખ ઉદ્યોગ સમૂહનું પ્રતિનિધત્વ કરતા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રેસિડેન્ટ, સરદારધામના ઉપપ્રમુખ તેમજ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને વઢવાણ ઇન્ડ. એસો. સહીત અનેક સંસ્થામાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા પ્રકાશ વરમોરાનેભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે મોરબીમાં સિરામિક એસો.ના વર્તમાન પ્રમુખ અને બે માજી પ્રમુખ દ્વારા ભાજપ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી હતી તેવામાં મોરબી સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા સફળ ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને ભાજપની ટિકિટ આપવામાં આવતા સિરામિક ઉદ્યોગ જગતમાં રાજીપો જોવા મળી રહ્યો છે




Latest News