મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા ગામ પાસે કારખાનામાં ગુદાના ભાગેથી હવા ભરાઈ જતાં મજૂર યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબીના વીરપરડા ગામ પાસે કારખાનામાં ગુદાના ભાગેથી હવા ભરાઈ જતાં મજૂર યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં હતો ત્યારે કાસ્ટિંગ પાઇપથી પોતાના શરીર પરથી વુડનનો કચરો સાફ કરતો હતો ત્યારે અચાનક ગુદાના ભાગે પાઇપથી શરીરમાં હવા ભરાઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહિ નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં આવેલ ઇટાળીયા વુડન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો જેરામભાઈસિંઘ (ઉંમર ૩૦) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો તે વખતે કાસ્ટિંગ પાઇપથી પોતાના શરીર ઉપરથી વુડન કચરો સાફ કરતો હતો ત્યારે અચાનક ગુદાના ભાગે પાઇપ ફસાઈ જતા તેને પાછળથી શરીરની અંદર હવા ભરાઈ ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News