ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ભાજપના શીર્ષત્વ નેતૃત્વનો નિર્ણય શિરોમાન્ય, પ્રકાશભાઈ વરમોરા માટે કામે લાગી જઈશું: પરસોતમ સાબરીયા


SHARE











ભાજપના શીર્ષત્વ નેતૃત્વનો નિર્ણય શિરોમાન્ય, પ્રકાશભાઈ વરમોરા માટે કામે લાગી જઈશું: પરસોતમ સાબરીયા

મોરબી જિલ્લામાં આવતા હળવદના વર્તમાન ધારાસભ્ય પરસોતમ સાબરીયાની જગ્યાએ ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પ્રકાશભાઈ વરમોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પરસોતમભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભાજપના શીર્ષત્વ નેતૃત્વ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે તેમને શિરોમાન્ય છે અને ભાજપમાંથી જેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે તેના વિજય માટે તેઓ તથા તેના કાર્યકરો કામે લાગી જશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈને ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જો વાત કરીએ તો હળવદ ધાંગધ્રા બેઠકની તો આ બેઠક માટે ઘણા બધા આગેવાનો દ્વારા ભાજપ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી હતી જોકે ભાજપના વર્તમાન ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાએ પણ ત્યાંથી ટિકિટની માંગણી કરી હતી પરંતુ આ વખતે ભાજપ દ્વારા ઘણા બધા નવા ચહેરાઓ ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે જો વાત કરીએ હળવદ ધાંગધ્રા બેઠકની તો આ બેઠક ઉપર મોરબીના સફળ ઉદ્યોગપતિ અને ઝાલાવાડના મૂળ રહેવાસી પ્રકાશભાઈ વરમોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વર્તમાન ધારાસભ્યની ટિકિટ કપાઈ હોવાથી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભાજપના શીર્ષત્વ નેતૃત્વ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે તેઓને શિરોમાન્ય છે અને હાલમાં ભાજપના ઉમેદવાર તરીકે પ્રકાશભાઈ વરમોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રકાશભાઈ વરમોરા અહીંથી વિજય બને અને ભાજપનું કમળ ખીલી ઉઠે તેના માટે થઈને તેઓ તેમજ તેના કાર્યકરો દ્વારા સહકાર આપવામાં આવશે






Latest News