મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને ટંકારા પડધરી બેઠકનો અનોખો સંયોગ


SHARE









મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને ટંકારા પડધરી બેઠકનો અનોખો સંયોગ

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે જોકે મોરબી જિલ્લો જાહેર થયા બાદ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં અનોખો સંયોગ જોવા મળ્યો છે કારણ કે વર્ષ ૨૦૧૭ માં યોજાયેલ ચૂંટણીમાં પણ ટંકારા પડધરી બેઠક ઉપરથી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખને ટિકિટ આપવામાં આવી હતી અને તેવી જ રીતે હાલમાં વર્ષ ૨૦૨૨ માં યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠક ઉપરથી ભાજપના જિલ્લા પ્રમુખને ટિકિટ આપવામાં આવી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે કેટલાક મોટા ગજાનાં નેતાઓ, માજી મંત્રીઓ સહિતનાઓની ટિકિટો કપાઈ છે અને આ વખતે જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઘણા બધા યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે અને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે તેમાં કોઈ સ્થાન નથી આવી જ રીતે જો વાત કરીએ મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠકની તો આ બેઠક સાથે અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે વર્ષ ૨૦૧૩ માં મોરબી જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યાર સુધીમાં વિધાનસભાની એક ચૂંટણી યોજાઈ છે અને બીજી ચૂંટણી યોજવા માટે જઈ રહી છે

વર્ષ ૨૦૧૭ માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના જે તે સમયના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને ટંકારા પડધરી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ હવે વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે જેમાં પણ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારા પડધરી બેઠકના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે જો કે, વર્ષ ૨૦૧૭ માં જ્યારે રાઘવજીભાઈ ગડારાને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પાટીદાર અનામત આંદોલનની અસર હતી અને આ બેઠકમાં પાટીદારોનું સૌથી વધુ પ્રભુત્વ હોવાના હોવાથી ભાજપના ઉમેદવારને હાર સહન કરવી પડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલીતભાઈ કગથરા વિજેતા બન્યા હતા જોકે હાલમાં પાટીદાર અનામત આંદોલનની કોઈપણ જાતની અસર નથી પરંતુ આ બેઠકનું પરિણામ ભાજપની તરફે લાવવામાં અહીંના લોકલ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો કેટલા સફળ રહે છે તે તો આગામી સમય જ બતાવશે




Latest News