મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી ગયેલા પક્ષ પલટુઓને ભાજપે ઘર ભેગા કરી દીધા: લલીતભાઈ કગથરા


SHARE









મોરબી જિલ્લામાંથી ગયેલા પક્ષ પલટુઓને ભાજપે ઘર ભેગા કરી દીધા: લલીતભાઈ કગથરા

મોરબી જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો લાગુ પડે છે જેમાના બે કોંગી ધારાસભ્યો વર્ષ ૨૦૧૭ ની સામાન્ય ચૂંટણી બાદ પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા હતા અને હાલમાં તે પક્ષ પલટુઓને ભાજપે ઘર ભેગા કરી દીધા છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું છે

વર્ષ ૨૦૧૭ માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારે મોરબી જિલ્લો પાટીદાર અનામત આંદોલનનો એપી સેન્ટર હોય અહીંયા તેની સૌથી વધુ અસર હતી અને ખાસ કરીને જે તે સમયે ભાજપના ઉમેદવારોને પાડી દેવાની ભાવના સાથે જ મતદારોએ મતદાન કર્યું હતું અને તેના ફળ સ્વરૂપે મોરબી જિલ્લાની ચારે ચાર બેઠકો ઉપર જે તે સમયે કોંગ્રેસમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા પરંતુ સમય અંતરે હળવદ ધાંગધ્રા બેઠકના કોંગ્રેસનાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને ત્યારબાદ મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પક્ષ પલટો કર્યો હતો અને પક્ષ પલટો કર્યા બાદ તે બંને ભાજપમાં ગયા હતા અને ભાજપમાંથી ટિકિટ મળતા તેઓ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતર્યા હતા અને પેટા ચૂંટણીમાં પણ તેઓ ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયા હતા જોકે હાલમાં હળવદ ધાંગધ્રાના વર્તમાન ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને મોરબી માળીયાના વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ટિકિટ કપાઇ છે ત્યારે ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાંથી જે બે પક્ષ પલટુઓ ભાજપમાં ગયેલા હતા તેની મહેમાનગતિ પૂરી થતાની સાથે જ હવે તે બંનેને ભાજપે ઘર ભેગા કરી દીધા છે




Latest News