મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા FST, SST, VST અને VVT ટીમના અધિકારીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા


SHARE









મોરબી જિલ્લા FST, SST, VST અને VVT ટીમના અધિકારીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકારો અપાયા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર ચૂંટણી ખર્ચના મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.), સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.), વિડીયો સર્વેલન્સ (V.S.T.) તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.)ની રચના કરવામાં આવી છે.

ચૂંટણી ફરજ પર નિયુક્ત થયેલા આવા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરી ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ અન્વયે વિવિધ અધિકારો મોરબીએ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટશ્રી જી.ટી.પંડ્યા દ્વારા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.)માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેટિક સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાંત વિડીયો સર્વેલન્સ (V.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ ટીમની રચના કરવામાં આવી છે. જે ટીમો દ્વારા ચૂંટણી બાબતે ખર્ચ મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે




Latest News