શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ મંત્રી મેરજા સહિતના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી


SHARE





મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા દ્વારા સત્તાવાર રીતે તેનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે જેમાં વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે થઈને ભાજપ દ્વારા કાંતિભાઈ અમૃતિયાને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને આજે તેઓએ મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જયુભા જાડેજા, લાખાભાઇ જારીયા સહિતના આગેવાનના ત્યાં હાજર રહ્યા હતા અને બ્રિજેશભાઈએ ખાસ કરીને ન માત્ર મોરબી પરંતુ આ જિલ્લાને લાગુ પડતી પાંચે પાંચ વિધાનસભા બેઠકો ઉપર ભાજપના કમળ ખીલી ઉઠશે અને ગુજરાતમાં ભાજપની સરકાર ફરી પાછી બનશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો કાંતિભાઈ અમૃતીયાએ પણ જંગી બહુમતી સાથે આ બેઠક ઉપરથી તેઓની જીત નિશ્ચિત છે તેવી લાગણી વ્યક્ત કરે છે




Latest News