મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે અગાઉ મિત્રને ઝગડામાં છોડાવવા વચ્ચે પડેલ યુવાનને બે શખ્સોએ માર માર્યો.


SHARE





મોરબીના રફાળેશ્વર ગામે અગાઉ મિત્રને ઝગડામાં છોડાવવા વચ્ચે પડેલ યુવાનને બે શખ્સોએ માર માર્યો.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર નગરમાં રહેતા યુવાનને બે શખ્સોએ અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને લાકડાના ધોકા અને ઢિકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા ભાવેશભાઈ ઉર્ફે કાલી ઉર્ફે રાધે કિશોરભાઈ સુમેસરા (૨૬) એ હાલમાં ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા રહે લીલપર અને પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી રહે. મચ્છુનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા તેના મિત્ર યતિશભાઈ બાબુભાઈ મૂછડિયા સાથે આરોપી પ્રફુલ બચુભાઈ સોલંકી માથાકૂટ કરીને ઝઘડો કરતો હતો ત્યારે યતિશ અને પ્રફુલભાઈને છોડાવવા માટે થઈને તે વચ્ચે પડેલ હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને તેની સાથે માથાકૂટ કરી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ પ્રફુલ સોલંકીએ તેને હાથમાં રહેલા ધોકા વડે માર માર્યો હતો અને ગૌતમ મકવાણાએ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ભાવેશભાઈ સુમેસરાએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


જુગાર

માળીયા મીયાણાના વાગડિયા જાપા પાસે ખંઢેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મુસ્તાક અબ્દુલભાઈ ખોડ જાતે મિયાણા (૨૯) રહે. મોટી બજાર ચોક માળીયા મીયાણા વાળાની ૪૪૦ ની રોકડ સાથે પકડવામાં આવેલ છે




Latest News