મોરબીના ઉટબેટ (સામપર) ગામે સાપ કરડી જતાં યુવાનનું મોત વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે


SHARE





મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે

મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા સનસિટી ગ્રાઉન્ડમાં તા ૧૭  નવેમ્બરના રોજ અમૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સાથે જ જોડાયેલ મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ૧૭ નવેમ્બરને ગુરુવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાછળ આવેલા સનસિટી ગ્રાઉન્ડમાં અમૃત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહેશે આ અમૃત સંમેલનમાં રાજકોટ ગુરુકુલની તમામ શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સર્વે ભક્તજનો હાજરી આપશે અને અમૃત સંમેલનમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે આ ઉપરાંત અમૃત સંવાદ, સંત દર્શન-સત્સંગ, રૂપકઃ ઘર બને એક મંદિર જેવા કાર્યક્રમો ત્યારે રજૂ કરવામાં આવશે




Latest News