મોરબીના રવાપર પાસે સનસિટીના ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અમૃત સંમેલન યોજાશે
અધિકારીઓની ઘોરબેદરકારી: મોરબીની માળિયા ફાટક ચોકડીના ઓવરબ્રિજે ખાડાના લીધે વધુ એક ટ્રક પલટી ગયો !
SHARE
અધિકારીઓની ઘોરબેદરકારી: મોરબીની માળિયા ફાટક ચોકડીના ઓવરબ્રિજે ખાડાના લીધે વધુ એક ટ્રક પલટી ગયો !
મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે હાઇવે ઓથોરિટી દ્વારા વર્ષો પહેલા ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે જોકે આ ઓવરબ્રિજ અગાઉ અનેક વખત રીપેર કરવા માટે થઈને કામગીરી કરવામાં આવી છે તો પણ આજની તારીખે ઓવરબ્રિજની ઉપરના ભાગમાં અને ઢાળ ઉપર અડધા અડધા ફૂટના ખાડા છે લોકોના વાહનમાં અને શરીરમાં નુકસાન કરે છે તો પણ ખાડા બુરવામાં આવતા નથી જેથી કરીને અવાર નવાર અકસ્માત સર્જાય છે તેવી જ રીતે ખાડાના લીધે વધુ એક ટ્રક પલટી મારી ગયો હતો ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, અધિકારીઓએ આ પુલ ઉપર પણ કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવો હાલમાં ઘાટ જોવા મળી રહ્યો છે
મોરબીની માળિયા ફાટક ચોકડીએ જ્યારે જ્યારે કામગીરી કરવામાં આવે છે ત્યારે માત્રને માત્ર માટીના ઢગલા કરવામાં આવતા હોવાથી ઓવરબ્રિજ ઉપર માળીયાથી કચ્છ બાજુ અને કચ્છથી માળિયા બાજુ અવરજવર કરતા ઓવરલોડ વાહનો પૈકી મોટા ભાગે હેવી વાહનો પસાર થતા હોય ખાડામાં જે માટીના ઢગલા કરવામાં આવે છે તે માટી રોડ સાઈડમાં અથવા તો રોડની વચ્ચે ઢગલા થઈને નીકળી જતી હોય છે અને ખાડા યથાવત રહેતા હોય છે જેથી કરીને વાહન ચાલકોને આ રસ્તા ઉપરથી ચાલવું માથાના દુખાવા સમાન બની રહ્યું છે આ રસ્તા ઉપરથી રોજિંદા નીકળતા વાહન ચાલકોના કહેવા પ્રમાણે એક બે દિવસથી નહીં પરંતુ છેલ્લા ઘણા મહિનાથી નહીં ખાડા છે તેવું નથી આ પુલ જ્યારથી બન્યો છે ત્યારથી આ ઓવરબ્રિજ ઉપર અનેક જગ્યાએ ખાડા છે અને અવારનવાર ત્યાં નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે જેમાં લોકોને ઇજાઓ થતી હોય છે તેમજ ઘણી વખત જીવલેણ અકસ્માત પણ સર્જાય છે
આ ઓવરબ્રિજ જેની જવાબદારીમાં આવે છે તે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા માળિયા ફાટક પાસે જે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે તે ઓવરબ્રીજની મુલાકાત લેવામાં આવતી નથી કે પછી મુલાકાત લઈને ખાડાની સામે આંખ આડા કાન કરીને ઝૂલતા પુલ ઉપર જેવી દુર્ઘટના અધિકારીઓ અને પદાધિકારીઓની ઘોરબેદરકરીના લીધે સર્જાઈ હતી તેવી જ દુર્ઘટના આ ઓવરબ્રિજ ઉપર સર્જાય તેની રાહ જોવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ છે હાલમાં આ પુલ ઉપર જીવલેણ ખાડા આવેલા છે તે ખાડાઓને બુરવામાં આવે તેવી વાહનચાલકોની લાગણી અને લાગણી છે આટલું જ નહીં સર્કિટ હાઉસ પાસે આવેલ સોસાયટી વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે રસ્તા ઉપર ખાડા હોવાથી કન્ટેનર સહિતના ભારે વાહનો ધડાધડ ખાડામાં પછડાતા હોવાથી મોટા અવાજના કારણે લોકોને પોતાના ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય છે અને ઘણી વખત ટ્રક સહિતના વાહનો પલટી પણ મારી જાય છે જેથી કરીને માળિયા ફાટક ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાઓને બુરવામાં આવે તેમજ સર્વિસ રોડ ઉપર જે ખાડા ખબડા છે તેને બુરીને લોકોને સારી સુવિધા આપવામાં આવે તે જરૂરી છે