વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠક ઉપર જીતુભાઈ સોમાણીનું રોડરોલર: કોળી સમાજનું પ્રચંડ સમર્થન, કોંગ્રેસમાં મોટું ગાબડું


SHARE











વાંકાનેર કુવાડવા બેઠક ઉપર જીતુભાઈ સોમાણીનું રોડરોલર: કોળી સમાજનું પ્રચંડ સમર્થન, કોંગ્રેસમાં મોટું ગાબડું

જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિતના કોળી સમાજના અનેક આગેવનો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વાંકાનેર કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર કુવાડવા બેઠક ઉપર જીતુભાઈ સોમાણી તરફી વાવાઝોડું

મોરબી જિલ્લાની વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના સમર્થનમા સ્વયંભૂ લોકો તેની સાથે જોડાઈ રહ્યા છે અને દરેક જ્ઞાતિ અને સમાજ તરફથી તેઓને આવકાર મળી રહ્યો છે ત્યારે શનિવારે યોજાયેલ કાર્યક્ર્મમાં કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રભુભાઈ વીંજવાડીયા, સરતાનપર સરપંચ અલુભાઈ ઉડેશા, ભીમગુડાના પૂર્વ સરપંચ વીંજવાડિયા ભનુભાઈ, મહેશભાઈ અઘારા, સાદુરભાઈ સરાવાડીયા સહિત પંદર ગામના સરપંચો સાથે દોઢસોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડીને મોરબી જિલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોની, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી બાબુભાઈ હુંબલ, વાંકાનેર ૬૭ વિધાનસભા પ્રભારી અરજણભાઈ રબારી સહિત આગેવાનોની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે

વાંકાનેર કુવાડવા ૬૭ બેઠક પરના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં સમસ્ત કોળી સમાજની એક બેઠક માર્કેટચોક નજીક આવેલ શ્રીરામ કોમ્પ્લેક્ષ ખાતે મળી હતી જેમાં વાંકાનેર શહેર- તાલુકામાંથી આગેવાનો સહિત કોળી સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યો હતો જે બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમસ્ત સમાજ એક થઈ કામે લાગી વાંકાનેર કુવાડવા બેઠક પરના ભાજપના ઉમેદવાર સોમાણીને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારે લોકોને સંબોધતા જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે, વાંકાનેર કુવાડવા પંથકમાં જે લોકો વર્ષોથી કોંગ્રેસમાં હતા તે આજે કોંગ્રેસને છોડીને કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે અને ભાજપની વિકાસ યાત્રાને સમર્થન આપી રહ્યા છે છેલ્લે દિવસોથી કેટલાક લોકો નીકળી પડ્યા છે કે કોળી સમાજમાં રોષ છે જો કે, કોળી સમાજમાં રોષ નથી તે વાતને આ બેઠકમાં આવેલ કોળી સમાજના લોકોનું વાવાઝોડું સમર્થન કરે છે વાંકાનેર પંથકમાં સમસ્ત કોળી સમાજ વર્ષોથી ભાજપની સાથે જોડાયેલ છે અને હું ૪૩ વર્ષથી સમસ્ત હિન્દુ સમાજ સાથે જોડાયેલ છું અને આગામી દિવસોમાં પણ જોડાયેલો રહીશ તેવો કોલ આપેલ છે

બેઠકમાં વાંકાનેર શહેર ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ જયંતીભાઈ મદ્રેસાણીયા, દેવજીભાઈ કુણપરા- પૂર્વ પ્રમુખ નગરપાલિકારાજુભાઈ રિબડીયા-પૂર્વ કાઉન્સિલર, શંકરભાઈ વીંજવાડીયા-પૂર્વ કાઉન્સિલર, વિનુભાઈ વાઢેર પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જિલ્લા, રાજુભાઈ માલકીયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, ભરતભાઈ ધરજીયા, જયંતિભાઈ ઉઘરેજા, અશોકભાઈ ધરજીયા-સરપંચ દેરાડા, જયંતીભાઈ ભીસડીયા ઉપ સરપંચ દેરાડા, જીવરાજભાઈ સારલા સરપંચ ખાનપર, કાનજીભાઈ ડાભી ઉપ સરપંચ ખાનપર, હેમંતભાઈ કુણપરા પલાસ સરપંચ, બચુભાઈ કુણપરા પૂર્વ તા.પ સભ્ય, જયેશભાઈ રોજાસરા સરપંચ રાજસ્થળી, ભૂપતભાઈ રોજાસરા ભેરડા સરપંચ, રમેશભાઈ સાબરીયા ઉપ સરપંચ ભેરડા, રાજનભાઈ ડૈણીયા પૂર્વ સરપંચ પાડધરા, જગદીશભાઈ ડૈણીયા પૂર્વ સરપંચ પાડધરા, સંજયભાઈ સરપંચ મકતાનપર, મનાભાઈ નદાસીયા સરપંચ વરડુસર, રઘુભાઈ પૂર્વ સરપંચ નાગલપર, મનસુખભાઈ સેટાણીયા પૂર્વ સરપંચ વરડુસર, દિનેશભાઈ કાંજીયા પૂર્વ સરપંચ વી.જાંબુડિયા, હેમુભાઈ ધરજીયા અગ્રણી ગાંગીયાવદર, પાંચાભાઈ ધરજીયા પૂર્વ સરપંચ ગાંગીયાવદર, બિપિનભાઈ ચૌહાણ જેપુર અગ્રણી, વાલાભાઈ સરપંચ સાતળા, મનસુખભાઇ પૂર્વ સરપંચ સાતળા, લવજીભાઈ ઝાલા રૂપાવટી અગ્રણી, સામતભાઈ ઝાલા ખખણા અગ્રણી, રણછોડભાઈ અગ્રણી રૂપાવટી, જલાભાઈ ડાભી ચિત્રાખડા પૂર્વ સરપંચ, ધીરુભાઈ પૂર્વ સરપંચ કાછીયાગાળા, પ્રવીણભાઈ સરાવાડિયા પૂર્વ સરપંચ સહિત  આગેવાનો સાથે બહોળી સંખ્યામાં સમસ્ત કોળી સમાજ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યો હતો.






Latest News