મોરબીના વાવડી રોડે રહેતા યુવાને ઘરે જીવન ટુંકાવ્યું મોરબીના નાગડાવાસ ગામે મંદિરમાંથી માતાજીની મુર્તિ, મુગટ, છતર વિગેરે મળી 6.02 લાખના મુદામાલની ચોરી મોરબી મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર મોરબી શહેરમાંથી 8 દિવસમાં 29 ઢોર પકડવામાં આવ્યા વાંકાનેરમાં સ્માર્ટ પુસ્તકાલય બનાવવા માટે મામલતદારને કરાઇ રજૂઆત હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતા ઢોર પકડવા, રોડ રીપેર કરવા અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવા અધિકારીઓને સૂચના મોરબી જીલ્લામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા-ઉતારવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી-ટંકારા તાલુકાના યોગ ટ્રેનર્સના સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો


SHARE





મોરબી-ટંકારા તાલુકાના યોગ ટ્રેનર્સના સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો

મોરબીભક્તિ યોગ કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયત કરેલ ૧૦૦ કલાક ટ્રેનીંગ પૂરી કરી નવા યોગ ટ્રેનર બનેલા મોરબી અને ટંકારા તાલુકાના યોગ ટ્રેનર્સના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના યોગ કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય, ટંકારા તાલુકાના યોગ કોચ કંચનબેન સારેસા અને ડિમ્પલબેન સારેસા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોગમય મોરબી ટીમના યોગ ટ્રેનરની હાજરીમાં ખુબ સરસ રીતે આયોજન થયું હતું જેમાં હાજર યોગ ટ્રેનર્સને જરૂરી માર્ગદર્શનપ્રોત્સાહન અને અનુભવ કથન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અપાયું.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની પરંપરા મુજબ નવા બનેલ યોગ ટ્રેનરના પ્રતિભાવો અને સૂચનો પણ લેવાયા હતા.અંતે આભારવિધિ બેનશ્રીચંદનીબેન દ્વારા કરાય. ગ્રુપ ફોટો સેશન અને આગામી આયોજનની થોડી ચર્ચાઓ સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ.નવા બનેલ યોગ ટ્રેનર્સને હાજર લોકો દ્રારા ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી




Latest News