મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

રે કળયુગ: મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં જામીન મેળવવા દીકરાને ફિટ કરતાં પિતા


SHARE







રે કળયુગ: મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં જામીન મેળવવા દીકરાને ફિટ કરતાં પિતા ! 

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ થી વધુ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયાં હતા અને તે બનાવવામાં નવ જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે જે તમામ હાલમાં જેલમાં છે તેમાંથી પુલનું રીપેરીંગ કામ કરનાર ધાંગધ્રાની એજન્સીના સંચાલકે જામીન લેવા માટે મોરબીની કોર્ટમાં અરજી કરેલ છે ત્યારે નવો કોન્ટ્રાક્ટ દીકરાના નામે હોય દીકરાને તેના પિતા જ ફિટ કરતાં હોય તેવો ઘાટ સર્જાયો હતો અને આરોપીએ પોતે કરાર કરેલ નથી તેવો બચાવ કર્યો હતો અને જામીન માંગ્યા હતા જો કે, સરકારી વકીલે ધારદાર દલીલો કરી હતી જેથી કરીને આગામી દિવસોમાં જામીન અરજી માટે ચુકાદો આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે 

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં ફરિયાદ નોંધાયા પછી પોલીસે નવ આરોપીને પકડ્યા હતા અને તે હાલમાં જેલમાં છે તે પૈકી ધાંગધ્રાની જે એજન્સી દ્વારા અગાઉ અને હાલમાં પુલના રિપેરિંગ કામ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો તેને પણ પકડવામાં આવેલ છે જે પૈકીના પ્રકાશભાઈ કે, જેઓના નામે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ છે તેઓએ જામીન મેળવવા માટે મોરબીની કોર્ટમાં અરજી મૂકી હતી જોકે સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, પ્રથમ વખત જ્યારે રિપેરિંગ કામ આપવામાં આવ્યું હતું ત્યારે વર્ષ ૨૦૦૭ થી લઈને ૨૦૨૨ સુધી વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝને કામ આપવામાં આવ્યું હતું અને તેના મુખ્ય વ્યક્તિ પ્રકાશભાઈ છે અને તેમની સાથે તેમનો દીકરો દેવેન પણ કામકાજ કરતો હતો જોકે વર્ષ ૨૦૨૨ માં જે નવો કોન્ટ્રાક આપવામાં આવ્યો તેમાં વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝના બદલે પ્રકાશભાઈ દ્વારા પોતાના દીકરા દેવેનના નામે ચાલતી દેવપ્રકાશ ફેબ્રિકેશનના નામે કોન્ટ્રાકટ લેવામાં આવ્યો હતો જેથી નવા કોન્ટ્રાક્ટમાં પ્રકાશભાઈએ તેનું નામ નથી અને તે સંડોવાયેલ નથી જેથી તેને જામીન આપવામાં આવે તેવી તેમના વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી

 તેની સામે સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી કે, જ્યારે તાજેતરમાં પુલને ખુલ્લો મુકાયો હતો ત્યારે પ્રકાશભાઈની ત્યાં હાજરી છે તે સાથેના ફોટોગ્રાફ રજૂ કરવામાં આવ્યા હતા અને આ પુલને આઠ વર્ષ સુધી કંઈ નહીં થાય તેવું નિવેદન પણ હાલ જામીન માગનાર પ્રકાશભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. જો તેમને આ કોન્ટ્રાક્ટ સાથે કંઈ લેવા દેવા ન હતા તો તેઓ શા માટે આ પ્રકારનું નિવેદન આપતા હતા ? અને ત્યાં હાજર હતા ? તેવા પ્રકારની દલીલો કરવામાં આવી અને સામાપક્ષેથી પ્રકાશભાઈના વકીલ દ્વારા પણ પોતાના અસીલને બચાવમાં દલીલો કરવામાં આવી હતી જેથી હાલ કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળીને આગામી દિવસોમાં જામીન અરજી મુદે ચુકાદો આપવામાં આવશે

 અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દી ફિલ્મની એક ગીતની પંક્તિ મુજબ સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ તે આ પિતાએ સાર્થક કરેલ છે કેમ કે, વર્ષ ૨૦૦૭ થી ૨૦૨૨ સુધી પ્રકાશભાઈની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝના નામે જ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું અને કામગીરીનું દેખરેખ રાખવામા આવ્યું હતું ત્યારે તેનો દીકરો દેવેન તેમાં સાથે કામ કરતો હતો અને છેલ્લે નવો કોન્ટ્રાક્ટ આરોપી દેવેનની દેવ પ્રકાશ ફેબ્રિકેશનના નામે કરવામાં આવેલ છે જ્યારે કોન્ટ્રાક્ટ અપાવો ત્યારે આમાં પોતાનો કોઈ રોલ નથી અને પોતાના દીકરા દેવેનના દેવપ્રકાશ ફેબ્રિકેશનના નામે આ કોન્ટ્રાક હોય પોતાને જામીન આપવામાં આવી તેવી અરજી દેવેનના પિતા પ્રકાશભાઈએ મોરબીની કોર્ટમાં કરલે છે જેથી ચકચારી કેસમાં પિતા જ તેના દીકરાને ફિટ કરતાં હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News