મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં PWD મતદારો માટે મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં PWD મતદારો માટે મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું

હાલમાં મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ PWD નોડલ અધિકારી અને ઇન્ચાર્જ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન તથા વિવિધ બુથ પર રેમ્પ વગેરે સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે. દિવ્યાંગો માટે મતદાન સુગમ બને તે માટે જિલ્લા ચૂંટણી શાખા અને જિલ્લા વહેવટીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી વધુ ને વધુ PWD મતદારો આ મતદાનના લોકશાહીના અવસરમાં ભાગીદાર બને. કોઈ PWD મતદાર કે વરિષ્ઠ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમને મતદાન માટે પ્રેરિત તથા જાગૃત કરવા માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત  નવજીવન વિકલાંગ સેવાશ્રય, કાઠિયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ સહિત મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદના અનેક સ્થળોએ PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.




Latest News