મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

રાજ્ય સરકારે ઝૂલતાપુલની દુર્ઘટનામાં સત્તાનો ઉપયોગ કેમ ન કર્યો ?: મોરબી પાલિકને બુધવારે કોર્ટમાં હાજર રહેવા ફરમાન


SHARE







રાજ્ય સરકારે ઝૂલતાપુલની દુર્ઘટનામાં સત્તાનો ઉપયોગ કેમ ન કર્યો ?: મોરબી પાલિકને બુધવારે કોર્ટમાં હાજર રહેવા ફરમાન

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તેના મુદે હાઇકોર્ટમા સૂઓમોટો કરવામાં આવેલ છે અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને આશુતોષ જે. શાસ્ત્રી સમક્ષ સૂઓમોટોની દલીલ કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે તાત્કાલિક અસરથી નોટિસ ફટકારી હતી અને તા ૧૬ ના રોજ હાઇકોર્ટમા પાલિકાને પક્ષકાર તરીકે હાજર રહેવા માટે અને પાલિકાનું પ્રેઝન્ટેશન કરવા માટે કહેવામા આવ્યું છે

મોરબી પાલિકાને હાઇકોર્ટપાલિકાને મોરબીના ડિસ્ટ્રિક્ટ જજને ઈમેલ મારફતે નોટિસ મોકલાવીને મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને નોટિસ આપેલ છે અને તા ૧૬ ના રોજ જે સુનાવણી કરવામાં આવે ત્યારે ત્યાં હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવેલ છે વધુમાં હાઇકોર્ટમા દાખલ કરાયેલ એફિડેવિટનો અભ્યાસ કર્યો હતો મોરબી નગરપાલિકા, રાજકોટના પ્રાદેશિક કમિશનરને ઝુલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે તાત્કાલિક બચાવ અને શોધ કામગીરી જે કરી હતી તેને રેકોર્ડ લીધેલ છે અને આ ઘટનામાં ૧૩૫  લોકોના મોત થયા હતા. તે પણ નોંધ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા અમુક પાસાઓ પર કાર્યવાહી કરવાની રહેશે અને તે સંદર્ભમાં એફિડેવિટ રેકોર્ડ પર મૂકવાનું રહેશે

મોરબીના ઝૂલતા પુલા માટે રાજકોટના કલકેટર અને અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ વચ્ચે ૧૬/૮/૨૦૦૮ ના રોજ પહેલો કરાર કરાર કરવામાં આવ્યો હતો અને જે તા ૧૫/૬/૨૦૧૭ ના રોજ પૂરો થઈ ગયો હતો અને અત્રે ઉલેખનીય છે કે, જે તે સમયે કોઈ ટેન્ડર બહાર પાડ્યા વિના અજંતાને કેમ કામ આપવામાં આવ્યું હતું ?, અજંતાની મુદત પૂરી થઈ તે પછી રાજકોટ કલેક્ટર અને મોરબી નગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા હતા ? બીજી વખત કામ આપતા પહેલા પણ કેમ ટેન્ડર બહાર પડેલ નથી ?, આટલું જ નહીં અજંતાનો પહેલો કરાર પૂરો થયા પછી પણ પુલની જાળવણી અને સંચાલન અજંતા દ્વારા કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું ?, અજંતા કંપનીએ તા ૧૪/૨/૨૦૨૦, ૩/૬/૨૦૨૨, ૧૭/૭/૨૦૨૨ અને ૨૭/૮/૨૦૨૨ સુધી વિવિધ તારીખે મોરબી કલેક્ટરને જાણ કરવામાં આવી હતી તો પણ કરાર રિન્યૂ થયો ન હતો અને સમારકામ કામ શરૂ થયું ન હતું જેથી અજંતાસંચાલન અને જાળવણી ચાલુ રાખી હતી અને પુલ જર્જરિત હોવાથી તા ૮/૩/ ૨૦૨૦ થી ૨૫/૧૦/૨૦૨૨ સુધી બંધ હતો.

પાલિકાએ જે બે કરાર કરેલ છે તેમાં શું કોઈ શરત લાદવામાં આવી છે કે, પુલ ઉપયોગ માટે યોગ્ય હોવાનું પ્રમાણપત્ર જારી કરવાનું છે ? જો એમ હોય તો, સક્ષમ અધિકારી કોણ હતા ? અને જેમને તે પ્રમાણિત કરવાની જરૂર હતી ? દસ્તાવેજી પુરાવા સાથે તેની વિગતો રેકોર્ડ પર મૂકવાનું રહેશે અને જે સમયગાળા દરમ્યાન પહેલા કરારનો સમય પૂરો થયો હતો ત્યાર પછી કલેક્ટર કે પાલિકા દ્વારા નવા ટેન્ડર માટે કોઈ કાર્યાવહી કરવામાં આવી છે કે કેમ ? અને અજંતા સાથે કયા આધારે કરાર કરવામાં આવ્યો હતો?

અજંતા સાથે પહેલી વખત કરાર કર્યો ત્યારે કયા આધારે અજંતાને પુલની જવાબદારી સોપી હતી અને બે અઠવાડિયામાં વિગતો માંગવામાં આવી હતી જેમાં અજંતા સાથે કરવામાં આવેલ તમામ કરારની માહિતીઓને શીલબંધ કરવામાં તા ૧૮/૧૧ સુધીમાં માંગવામાં આવી અને અને રાજ્ય સરકારે પણ જવાબ આપવાનો રહેશે કે તેણે શા માટે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ ૨૬૩ હેઠળની સત્તાઓનો ઉપયોગ કર્યો નથી અને પ્રથમ દ્રષ્ટીએ નગરપાલિકા ઝૂલતા પુલની દુર્ઘટના માટે ક્ષતિગ્રસ્ત છે અને આ ઘટના ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે જેથી આ કેસની તપાસની વિગતો પણ માંગવામાં આવી છે






Latest News