મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ બેઠક ઉપરથી કુલ ૩૧ ફોમ રદ, ૪૯ મુરતિય હજુ પણ ચૂંટણીના મેદાનમાં


SHARE









મોરબી જિલ્લાની ત્રણ બેઠક ઉપરથી કુલ ૩૧ ફોમ રદ, ૪૯ મુરતિય હજુ પણ ચૂંટણીના મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીલ્લામાં કુલ મળીને 80 આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી ત્યએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી ૩૧ ફોર્મ રદ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાની મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૩૬, વાકાનેર કુવાડવા બેઠક માટે ૨૬ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૮ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૦, વાકાનેર કુવાડવા બેઠક માટે ૭ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૦ ઉમેદવારી પત્રોને રદ કરવામાં આવેલ છે જેમાં કેટલાકના ડબલ ઉમેદવારી પત્રો હતા અને વાંકાનેરમાં એક ઉમેદવારની ઉમર ૨૫ વર્ષ ન થયેલ હોવાથી તેનું ફોમ રદ કર્યું છે તેમજ ડમી ઉમેદવારોના ફોમ પણ રદ કરાયેલ છે

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કાંતિલાલ અમૃતિયા, કોંગ્રેસમાંથી જંયતિભાઇ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા મેદાનમાં છે ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજયભાઈ ભટાસણા ચૂંટણી લડી રહ્યા છે અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપમાંથી જીતુભાઈ સોમાણી, કોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરજાદા અને આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ સોરાણી મેદાનમાં છે તેના સહિત કુલ ૪૯ ઉમેદવારો મેદાનમાં છે જો બેઠક વાઇઝ આંકડા ઉપર નજર કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૨૬, વાકાનેર કુવાડવા બેઠક માટે ૧૯ અને ટંકારા પડધરી બેઠક માટે ૮ ઉમેદવાર હજુ પણ ચૂંટણીનાં જંગમાં છે અને તા ૧૭ ના રોજ બાકી રહેલા ઉમેદવારોમાંથી કેટલા ફોમ પાર્ટ ખેચવામાં આવે છે તે નક્કી થયા પછી ત્રણેય બેઠકો માટે ચૂંટણીનું ચિત્ર છે તે સ્પષ્ટ થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી




Latest News