મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડી પાસે અકસ્માતમાં ઇજા પામેલ રીક્ષા ચાલકનું મોત


SHARE





ટંકારાની લજાઈ ચોકડી પાસે અકસ્માતમાં ઇજા પામેલ રીક્ષા ચાલકનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઇ ચોકડી પાસે સીએનજી રીક્ષાનો અકસ્માત થયો હતો જેથી કરીને રિક્ષા ચાલકને ઈજા થી હતી અને તે યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના પત્નીએ ટંકારા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવતાં ટંકારા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડી પાસે સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૪૧૬૨ નો અકસ્માત થયો હતો અને ત્યારે રીક્ષા ચાલક ઉમેશભાઈ કિશોરભાઈ ગુપ્તા જાતે તૈલી (૪૫) રહે. હાલ શકત સનાળા મૂળ રહે. ઉત્તર પ્રદેશ વાળાને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવવામાં હાલમાં મૃતક યુવાનના પત્ની રીટાબેન ઉમેશભાઈ ગુપ્તા (૪૨)ની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 જુગાર

ટંકારાના મોરબી નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે વરલી જુગારના આંકડા લેતા ભાઈલાલભાઈ કરસનભાઈ વિકાણી જાતે દેવીપૂજક (૪૧) વાળો મળી આવતા પોલીસે ૮૯૦ ની રોકડ કબજે કરી તેની ધરપકડ કરી હતી તો મોરબી તાલુકાના જેતપર ગામે બસ સ્ટેન્ડ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં રેડ કરતા સાગર અમરશીભાઈ માલણીયાદ જાતે દેવીપુજક (૨૩) રહે જેતપર વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૩૫૦ રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી 




Latest News