વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને ૨૪મીએ રૂબરૂ હાજર રહેવા હાઇકોર્ટનો આદેશ


SHARE









મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને ૨૪મીએ રૂબરૂ હાજર રહેવા હાઇકોર્ટનો આદેશ

મોરબીમાં જુલતોપુલ તૂટી પડ્યો હતો તે બનાવને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી છે જેની આજે સતત બીજા દિવસે સુનાવણી કરવામાં આવી હતી અને તેમાં સાડા ચાર પહેલા નગરપાલિકાને એફિડેવીટ સાથે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતુ અને નગરપાલિકા વતી તેમના વકીલ દ્વારા એફિડેવીટ સાથે નગરપાલિકાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાઇકોર્ટના જજે મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આગામી તા. ૨૪ ના રોજ હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કરેલ છે

ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે મોરબીનો ઝુલતોપુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સૂઓમોટો દાખલ કરવામાં આવી હતી જેની ગઈકાલે સુનાવણી કરવામાં આવી હતી અને ત્યારે હાઇકોર્ટ દ્વારા મોરબી નગરપાલિકાને ઓનલાઈન ઈમેલ મારફતે નોટિસ મોકલાવવામાં આવી હતી અને આજે તેનો જવાબ રજૂ કરવા માટે તેને કહેવામાં આવ્યું હતું અને બુધવારે જ્યારે સુનાવણી શરૂ કરવામાં આવી ત્યારે નગરપાલિકાના વકીલ દ્વારા એક દિવસની મુદત માંગવામાં આવી હતી જોકે હાઇકોર્ટે મુદત આપી ન હતી અને બપોરે સાડા ચાર પહેલા મોરબી નગરપાલિકાનો જવાબ એફિડેવીટ સાથે રજૂ કરવા માટે કહ્યું હતું જેથી કરીને નગરપાલિકા દ્વારા હાઇકોર્ટમાં સદા ચાર પહેલા તેનો એફિડેવીટ સાથેનો જવાબ રજૂ કરી દેવામાં આવેલ છે

મોરબી નગરપાલિકા દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે તેમાં ખાસ કરીને ઓરેવા કંપનીને કરાર કરીને જુલત્પ પુલ પહેલી વખત આપવામાં આવ્યો હતો ત્યારથી લઈને તૂટ્યો ત્યાં સુધીની તમામ તારીખની ડિટેલ આપવામાં આવી છે અને ખાસ કરીને હાઇકોર્ટ દ્વારા એ બાબતની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે કે અગાઉ વર્ષ ૨૦૨૨ માં આ પુલ જર્જરિત હોય તે બાબતે રીપેરીંગ કરવા માટે થઈને કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી અજંતા કંપની દ્વારા નગરપાલિકાને પત્ર લખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મુદ્દો જનરલ બોર્ડમાં લેવામાં આવ્યો હતો અને છેલ્લે નગરપાલિકા દ્વારા ઓરેવા કંપની સાથે કરાર કરીને આ ઝુલતા પુલની જાળવણી, સમારકામ સહિતની તમામ જવાબદારી સાથે તેને કામગીરી આપવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સાંજના સમયે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારબાદ મોરબી નગરપાલિકાના જે તે સમયના ચીફ ઓફિસર કે જેને હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે સંદીપસિંહ ઝાલાએ જે સ્ટેટમેન્ટ મીડિયા સમક્ષ આપ્યું હતું કે પુલ ચાલુ કરવાની ઓરેવા ગ્રૂપ દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી તે બાબતને પણ એફિડેવિટમાં આવરી લેવામાં આવેલ છે અને તે મુજબનો જવાબ એફિડેવીટ સાથે રજૂ કરવામાં આવેલ છે તેવું હાલમાં જાણવા મળ્યું છે જોકે નગરપાલિકા દ્વારા બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ સાથે જવાબ રજૂ કરવામાં આવ્યા બાદ આગામી તા ૨૪ ના રોજ મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે થઈને આદેશ કરવામાં આવેલ છે




Latest News