મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં આશ્ચર્ય જનક રીતે કેદી ઇજાગ્રસ્ત, જેલકર્મીના શર્ટના બટન તૂટી ગયા ! 


SHARE









મોરબી સબ જેલમાં આશ્ચર્ય જનક રીતે કેદી ઇજાગ્રસ્ત, જેલકર્મીના શર્ટના બટન તૂટી ગયા ! 

મોરબી સબ જેલમાં કોઈકરણોસર એક કેદી ઇજાગ્રસ્ત થયો હતો અને જેલ કર્મીને પણ ઇજા થયેલ હતી અને તેના શર્ટના બટન તૂટી ગયા હતા જેથી કરીને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જો કે, હજુ સુધી આ બનાવ અંગેની કોઈ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયેલ નથી

છેલ્લા બે ચાર દિવસથી મોરબીની જેલ ચર્ચામાં રહે છે કેમ કે પહેલા એક કેદીનો જેલમાં આપઘાત બીજા દિવસે જેલા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેથી કરીને જેલના કર્મચારીને આપ શબ્દો કહેવામા આવ્યા હતા અને ત્યાર બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને ત્રીજા દિવસે મોરબી સબ જેલમા ૩૦૭ ના આરોપી રવિ ઉર્ફે બુચિયો દેવજીભાઈ સાથલિયાને માથામાં ઇજા થયેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ રવિ ઉર્ફે બુચિયો દેવજીભાઈને પૂછાતા તેને કહ્યું હતું કે, માથામાં બેરેકનો દરવાજો અથડાતાં તેને ઇજા થયેલ છે તે બે દિવસ પહેલા જેલના કર્મચારી ભરતભાઇ ખાંભરા ફરિયાદી બનેલ હતા તેને પણ ઇજા થયેલ હતી અને તેની વરધીના શર્ટના બટન પણ તૂટી ગયા હતા જેથી કરીને તેને પૂછાતા તેને કહ્યું હતું કે, દરવાજમાં શર્ટ ભરતા બટન તૂટી ગયા છે જો કે, કેદીને અને જેલકર્મીને એક સાથે જ ઇજા થયેલ છે અને એક જ રીતે ઇજ થયેલ છે જેથી કરીને કોઈ બનાવ ઉપર ઢાક્પીછેડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું હાલમાં લાગી રહ્યું છે અને હજુ સુધી આ બનાવ સંદર્ભે પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી




Latest News