મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કારખાનામાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત


SHARE









મોરબીના લાલપર પાસે કારખાનામાં ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

મોરબીના લાલપર પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન ત્રીજા મળેથી નીચે ફટકાતા શરીરે ઇજા થવાના કારણે આધેડને સારવારમાં ખસેડાયા હતા જોકે સારવાર કારગત નહિ નિવડતા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લાલપર ગામની સીમમાં આવેલ મિલેનિયમ સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા લીલાજી મીણાજી ઠાકોર (ઉમર ૫૬) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્રીજા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેને રાજકોટ વધુ સારવાર માટે લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News