વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પુત્રના બાઈકની પાછળ બેસીને જતા સમયે બાઈક સ્લીપ થઈ જતા આધેડનું મોત


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પુત્રના બાઈકની પાછળ બેસીને જતા સમયે બાઈક સ્લીપ થઈ જતા આધેડનું મોત

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની ચોકડી પાસેથી પોતાના પુત્રના બાઈકની પાછળ બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઈ જતા પટેલ આધેડનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલની ચોકીમાંથી મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ રોયલ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા ત્રિભોવનભાઈ લવજીભાઈ પાંચોટિયા જાતે પટેલ નામના ૫૬ વર્ષીય આધેડ પોતાના પુત્રના બાઈકની પાછળ બેસીને કારખાને જવા માટે નીકળ્યા હતા ત્યારે પીપળી રોડ નજીક મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલા ત્રિભુવનભાઈ પાંચોટિયાને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન ત્રિભોવનભાઇ પાંચોટીયાનું મોત નીપજ્યું હતું જેથી કરીને રાજકોટ પોલીસ દ્વારા આ અંગે મોરબી પોલીસને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક ત્રિભુવનભાઈ પાંચોટિયાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે તેઓ પાંચ ભાઈ અને એક બહેનમાં વચેટ હતા.હાલ મોરબી પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

મારામારીમા ઈજા

મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની પંકજ દયારામભાઈ મસોત નામના ૩૮ વર્ષના યુવાનને ટંકારા તાલુકાના નસીપર ગામના ઝાંપા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા ભરતભાઈ મગનભાઈ ભોરણીયા નામનો ૪૫ વર્ષનો યુવાન શેરીમાંથી પગપાળા જતો હતો ત્યારે રસ્તામાં નીચે પડી જતા ઇજાઓ પહોંચતા તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વનાળીયા વિસ્તારમાં રહેતો કેવલ અશોકભાઈ કલોલા નામનો ૧૯ વર્ષનો યુવાન ઘરેથી બાઈક લઈને વસ્તુ લેવા માટે દુકાન તરફ જતો હતો ત્યારે મોરબીના નવલખી ફાટકે સીએનજી પંપ નજીક તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટ લેતા કેવલ કલોલા નામના યુવાનને ઇજાઓ પહોંચી હતી જેથી તેને અત્રે ડોક્ટર હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જેથી કરીને બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.




Latest News