મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

ધાંગધ્રા-હળવદ બેઠકના હરીફ ઉમેદવારની હોમ પિચ ચૂલીમાં પ્રકાશભાઈ વરમોરાનું બેટિંગ: મતની સટાસટી બોલાવવા મતદારોનું વચન


SHARE







ધાંગધ્રા-હળવદ બેઠકના હરીફ ઉમેદવારની હોમ પિચ ચૂલીમાં પ્રકાશભાઈ વરમોરાનું બેટિંગ: મતની સટાસટી બોલાવવા મતદારોનું વચન

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા હાલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ત્યારે ગામો ગામ તેમણે લોકો તરફથી અભૂતપૂર્વક આવકાર મળી રહ્યો છે આટલું જ નહીં પરંતુ હરીફ ઉમેદવારની હોમ પિચ એવા તેના ગામમાં પ્રકાશભાઈ વરમોરા ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યારે ગામના લોકો દ્વારા તેનું ભવ્યાતિભવ્ય સ્વગત કરવામાં આવ્યું હતું અને ભાજપની ડબલ એન્જિનની સરકારના વિકાસને મહોર મારવાનું વચન હરીફ ઉમેદવારના ગામના મતદારો સહિત ગામે ગામ મતદારો આપી રહ્યા છે જેથી કરીને ન માત્ર ધાંગધ્રા-હળવદ વિધાનસભા પરંતુ ગુજરાતમાં નવા રેકોડ સાથે ભાજપ  સરકાર આવશે તેવો વિશ્વાસ પ્રકાશભાઈ વરમોરાએ વ્યક્ત કરેલ છે

ધાંગધ્રા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓને સાથે રાખીને પોતાના મત વિસ્તારમાં જન  સંપર્ક કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયાના ગામમાં જનસંપર્ક માટે પહોચ્યા હતા ત્યારે હરીફ ઉમેદવારના પોતાના જ ચુલી ગામમાં જ ભાજપ ઉમેદવારનો ભવ્યાતિભવ્ય સત્કાર કરવામાં આવ્યો હતો અને લોકોએ હર્ષ ભેર પ્રકાશભાઈ વરમોરાને આવકાર્ય હતા અને ચૂંટણીનું વિજય તિલક અત્યારથી જ ગામના લોકો દ્વારા કરી દેવામાં આવ્યું હતું

હાલમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ગામો ગામ પ્રકાશભાઈને આવકાર મળે છે તે જોતાં ચોક્કસ એટલું કહી શકાય તેમ છે કે, ગુજરાતની પ્રજા પણ વિકાસની રાજનીતિને આવકારવા માટે તત્પર છે. અને ગુજરાતના ગામડે ગામડે, ખૂણે ખૂણે ડબલ એન્જીન સરકારે કરેલા વિકાસ કાર્યોને મતદારો આવકારી રહ્યા છે ત્યારે પ્રકાશભાઈ વરમોરાએ પણ તેના મત વિસ્તારમાં ભાજપ સરકારની જન કલ્યાણકારી યોજનાઓ આગમી દિવસોમાં લોકોના ઘરે-ઘરે સુધી પહોંચીને લોકોની સુવિધામાં વધારો કરવા માટે સંકલ્પ કરેલ છે

જો ધાંગધ્રા વિધાનસભા બેઠકના ભાજપના હરીફ ઉમેદવારના ગામમાં લોકોનો અભૂતપૂર્વ આવકાર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને મળતો હોય તો સો ટકા આ ચૂંટણીનું પરિણામ લોકોની કલ્પનાથી પણ વધુ સારું આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને રાજ્યમાં નાગરિકો ડબલ એન્જિનની સરકાર નવા રેકોર્ડ સાથે બનાવશે તેવો વિશ્વાસ પ્રકાશભાઈ વરમોરાએ વ્યક્ત કરેલ છે






Latest News