મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી માળીયા બેઠકમાં સૌથી વધુ ૧૭ સહિત જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ મુરતિયા ચૂંટણીના મેદાનમાં


SHARE









મોરબી માળીયા બેઠકમાં સૌથી વધુ ૧૭ સહિત જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ મુરતિયા ચૂંટણીના મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીલ્લામાં કુલ મળીને ૮૦ આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી ત્યએ મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી ૩૦ ફોર્મ રદ કરવામાં આવેલ હતા ત્યાર બાદ જે ઉમેદવારોના ફોમ બાકી હતા તેમાંથી અત્યાર સુધીમાં ૧૫ ફોમ પરત ખેચવામાં આવેલ છે જેથી કરીને હજુ પણ જિલ્લાની ત્રણ બેઠક માટે ૩૫ ઉમેદવારો મેદાનમાં છે જેમાં સૌથી વધુ ઉમેદવારો મોરબી માળીયા બેઠક ઉપર છે

મોરબી જિલ્લાની મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો તેમજ અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૩૬, વાકાનેર કુવાડવા બેઠક માટે ૨૬ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૮ ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૦, વાકાનેર કુવાડવા બેઠક માટે ૯ અને ટંકારા પડધરી બેઠક માટે ૧૦ ઉમેદવારી પત્રોને રદ કરવામાં આવેલ હતા

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કાંતિલાલ અમૃતિયા, કોંગ્રેસમાંથી જંયતિભાઇ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી પંકજ રાણસરિયા મેદાનમાં છે ટંકારા પડધરી બેઠક માટે ભાજપમાંથી દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસમાંથી લલીતભાઈ કગથરા અને આમ આદમી પાર્ટીમાંથી સંજયભાઈ ભટાસણા ચૂંટણી લડી રહ્યા છે અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપમાંથી જીતુભાઈ સોમાણી, કોંગ્રેસમાંથી મહમદ જાવેદ પીરજાદા અને આમ આદમી પાર્ટીમાંથી વિક્રમ સોરાણી મેદાનમાં છે

તેના સહિત ત્રણ બેઠક માટે કુલ ૫૦ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૨૬, વાકાનેર કુવાડવા બેઠક માટે ૧૭ અને ટંકારા પડધરી બેઠક માટે ૭ ઉમેદવાર હજુ પણ ચૂંટણીનાં જંગમાં હતા અને તા ૧૭ ના રોજ ઉમેદવારોમાંથી ઉમેદવારી પત્રો ખેચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ૯, વાકાનેર કુવાડવા બેઠક ઉપરથી બે દિવસમાં ૪ અને ટંકારા પડધરી બેઠક ઉપરથી બે ઉમેદવારે તેમાં ફોમ પાછા ખેચી લીધેલ છે જેથી કરીને મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ૧૭, વાકાનેર કુવાડવા બેઠક માટે ૧૩ અને ટંકારા પડધરી બેઠક માટે ૫ ઉમેદવાર મેદાનમાં છે અને મોરબી માળીયામાં સૌથી વધુ ૧૭ ઉમેદવારો મેદાનમા  હોવાથી બે બેલેટ યુનિટ મૂકવા પડશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે




Latest News