મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના જાગૃત નાગરિકની માંગ, કિલોમીટર પૂરા થયા હોય તેવી એસટી બસોને સ્ક્રેપ કરવી જોઈએ


SHARE







મોરબીના જાગૃત નાગરિકની માંગ, કિલોમીટર પૂરા થયા હોય તેવી એસટી બસોને સ્ક્રેપ કરવી જોઈએ

ગુજરાતી એસટી નિગમમાં ચાલતી ભંગાર બસો બંધ કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. અકસ્માત થાય પહેલા તેનો નિકાલ કરો તેમ અહીંના પી.પી.જોશીએ જણાવેલ છે.

ગુજરાત એસટી નિગમમાં આજના સમયે ઘણી સ્લીપર કોચ એસટી બસ તથા ગુર્જર નગરી બસો કે જેના કિલોમીટર પણ પુરા થઈ ગયેલ છે તેવી બસો ચલાવવામાં આવે છે.બસની આવરદા પુરી થઇ ગઇ હોવા છતાં લાંબા રૂટમાં જેમકે સુરત, દાહોદ રૂટ ઉપર ચાલે છે અને માનવ જીવન સામે ખુલ્લેઆમ ચેડા થાય છે.નિગમના નિયમો મુજબ જે બસના કિલોમીટર પૂરા થઈ ગયેલ હોય તેને સ્ક્રેપ (ભંગાર) કરવી જોઈએ છતાં નિગમના જવાબદાર અધિકારીઓ આવી બસો પણ રૂટ ઉપર ચલાવે છે અને જેના પગલે નાના મોટા અકસ્માત થાય છે અને બાદમાં દોષનો ટોપલો ડ્રાઇવર ઉપર નાખવામાં આવે છે જે વ્યાજબી નથી. આવી ભંગાર બસોનું જ્યારે અકસ્માત થાય ત્યારે કરોડો રૂપિયાના સરકાર કે વીમા કંપનીએ મુસાફરને ચૂકવવા પડે છે અને નિગમ ખોટના ખાડામાં ઉતરે છે અને મુસાફર જનતાને હેરાન પરેશાન થાય છે છતાં એસટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જે ઘણી જ દુઃખ વાત છે ગુજરાતની ભાજપ સરકાર કરોડો રૂપિયા એસટી પાછળ ખર્ચ કરે છે પરંતુ અધિકારીઓની અણઆવડત અને બેદરકારીને કારણે મુસાફર જનતાને સહન કરવું પડે છે.તેથી આવી ગુજરાતમાં ચાલતી તમામ બસો કે જેના કીલોમીટર પુરા થઇ ગયા હોય તેને સ્ક્રેપ કરવી જોઈએ તેવી માંગ અહીંના જાગૃત નાગરીક પી.પી.જોશીએ કરેલ છે.




Latest News