મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો શિક્ષકો ધારે તો વડાપ્રધાનના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨ માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ મોરેમોરો: મોરબી નજીક ટ્રક ડમ્પર સાથે અથડાતાં આધેડને બંને પગમાં ફ્રેકચર-હાથમાં ગંભીર ઇજા મોરબીના જાંબુડીયા-વાંકાનેરના તીથવા ગામે જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સર્ક્યુલેટીવ ઠરાવને લઈને અનેક તર્કવિતર્ક: સભ્યો સહી ન કરતાં હોવાનો ગણગણાટ


SHARE





મોરબી પાલિકાના સર્ક્યુલેટીવ ઠરાવને લઈને અનેક તર્કવિતર્ક: સભ્યો સહી ન કરતાં હોવાનો ગણગણાટ

મોરબી નગરપાલિકાને હાઈકોર્ટે જુલતાપુલની ઘટનામાં પક્ષકાર તરીકે જોડેલ છે ત્યારે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સુઓમોટો અને પીએલઆઇની સુનવણીમાં પાલિકાના બચવા માટે સિનિયર એડવોકેટને રોકવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને ગઇકાલે તા ૧૮ ના રોજ પાલિકામાંથી પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે એક સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે અને તેમાં મોરબી પાલિકાના ચૂંટાયેલા સભ્યોની સહી લેવા માટે લગભગ ૨૪ કલાકથી પાલિકાના કર્મચારી ધક્કા ખાઈ રહ્યા છે તો પણ બાવનમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૧૦ જેટલા ચૂંટાયેલા સભ્યએ સર્ક્યુલેટિવ ઠરાવમાં સહી કરેલ છે અને આ ઠરાવની સાથે સહી કરનારા સભ્યને સહી કરીને તારીખ નહીં લખવા માટેની સૂચના આપવામાં આવી છે જેથી કરીને હાલમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે

ગત 30 તારીખના રોજ સાંજના સમયે મોરબીની મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ધડાકા ભે તૂટી પડ્યો હતો જેથી કરીને આ ઘટનામાં બાળકો સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજ્યા હતા જેથી કરીને આ દુર્ઘટનાની હાઈકોર્ટે પણ ગંભીરતાથી નોંધ લીધેલ છે અને સરકાર સામે  હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવેલ છે જેમાં પક્ષકાર તરીકે મોરબી પાલિકાને પણ જોડવામાં આવેલ છે ત્યારે હાઇકોર્ટની સુનાવણીમાં પાલિકાના બચાવ માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને તેના માટે એક સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે જેને લઈને હાલમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે

મોરબી પાલિકા દ્વારા ઓરેવા ગ્રુપ સાથે છેલ્લે ગત માર્ચ મહિનામાં જે કરાર કરવામાં આવ્યો હતો તે કરારમાં પાલિકાના ચીફ ઓફિસરની સહી છે અને ત્યાર બાદ જે રોજકામ કરવામાં આવ્યું છે તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન અને ચીફ ઓફિસરની સહીઓ કરવામાં આવી છે જો કે, આ કરારને લાગતો પાલિકાના જનરલ બોર્ડમાં કોઈ ઠરાવ કરવામાં આવ્યો ન હતો જેથી કરીને તે કરારની સામે હાલમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે તેવામાં ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટનાને હાઇકોર્ટ ગંભીરતાથી લઈ રહી છે અને હાલમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી પણ ચાલી રહી છે

ત્યારે આ સુનાવણીમાં પાલિકા તરફે સિનિયર એડવોકેટ રોકવાની જરૂરિયાત લાગતા તાત્કાલિક ધોરણે તા. ૧૮ થી મોરબીમાં પાલિકાના પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે અને હાઇકોર્ટમા બે સિનિયર એડવોકેટ રાખવા માટે અને તેની ફી તેમજ તમામ ખર્ચને મંજૂરી આપવા માટે આ ઠરાવ કરવામાં આવેલ છે જો કે, પાલિકાના સભ્યો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પાલિકામાં જે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે તેની સાથે પાલિકાના સભ્યોને તેઓ ઠરાવમાં સહી કરે તેની સાથે તારીખ નહીં લખવા માટેની સૂચના આપવામાં આવેલ છે જેથી કરીને હાલમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં અંદાજે ૧૦ જેટલા સભ્યો દ્વારા સહી કરવામાં આવી છે અને બાકીના સભ્યો શહેરમાં જ હાજર હોવા છતાં પણ ઠરાવમાં સહી કરતાં નથી જેથી કરીને સર્ક્યુલેટિવ ઠરાવને લઈને ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે




Latest News