હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અશાંતધારાને લઈને દસ્તાવેજની કામગીરી બંધ: રેવન્યુ વકીલોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE





મોરબી શહેરમાં અશાંતધારાને લઈને દસ્તાવેજની કામગીરી બંધ: રેવન્યુ વકીલોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે જેથી કરીને અશાંતધારા હેઠળના આજુબાજુના ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ ન થવાના હુકમને કારણે દસ્તાવેજની કામગીરી બંધ થઈ ગયેલ છે અને વકીલોમાં રોષની લાગણી છે અને આ બાબતે વકીલોએ વિરોધ વ્યક્ત કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને યોગ્ય સ્પષ્ટતા કરવાની માંગ કરેલ છે

મોરબીના રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસો.ના વકીલોએ કલેકટરને આવેદન પત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ આજુબાજુના ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ થઈ શકશે નહીં તેવા હુકમને કારણે દસ્તાવેજની કામગીરી બંધ થઈ ગયેલ છે અને તેમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને કેટલો વિસ્તાર તેમજ સર્વ નંબર આવે તેની સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ૫૦૦ મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ નહિ થઈ શકવાના હુકમથી ૯૦ ટકા દસ્તાવેજની કામગીરી બંધ થઈ છે અને માત્ર ૧૦ ટકા જ કામગીરી ચાલુ રહેતી હોય લોકોને દસ્તાવેજ માટે હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી સ્પષ્ટતા કરવામાં અવેત તે જરૂરી છે 




Latest News