મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાએ સહ પરિવાર કર્યું મતદાન: રાષ્ટ્રહિતમાં થશે મતદાન


SHARE









મોરબીમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયાએ સહ પરિવાર કર્યું મતદાન: રાષ્ટ્રહિતમાં થશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે 89 બેઠકો માટે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠક વિસ્તાર ની અંદર કુલ મળીને 299 મતદાન મથક ઉપર મતદાનની પ્રક્રિયા સવારે 8:00 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને મતદારો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરવા માટે થઈને મતદાન બુથ ની પાસે લાઈનો લગાવી રહ્યા છે જેમાં યુવાનો, વડીલો, મહિલાઓ સહિતનાઓમાં મતદાન કરવા માટે થઈને ઉત્સાહ જોવા મળી રહ્યુ છે ત્યારે જો વાત કરીએ તો પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાએ તેમના માતા, પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી સાથે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય ખાતેના બૂથમાં મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ જયંતીભાઇ ભાડેશીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે મતદારોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે ખાસ કરીને આઠ વાગ્યે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યાર પહેલા જ મોટાભાગના મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કરવા માટે થઈને લાઈનો લગાવી હતી આટલું જ નહીં પરંતુ વહેલું મતદા, રાષ્ટ્રહિતમાં મતદાન આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને મતદારો દ્વારા ચૂંટણીમાં મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગામી 8 તારીખે સમગ્ર ગુજરાતમાં સરસ મજાનું ચિત્ર જોવા મળશે તેવી લાગણી જયંતીભાઈ ભાડેસીયાએ વ્યક્ત કરી છે 




Latest News