મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી : પતિએ માર મારતા પરણીતા  સારવારમાં


SHARE









મોરબી : પતિએ માર મારતા પરણીતા  સારવારમાં

મોરબીના લાઈન્સનગર વિસ્તારમાં રહેતી વંદનાબેન મનીષભાઈ વાઘેલા નામની ૩૫ વર્ષીય મહિલાને તેના સસરાને ત્યાં જામખંભાળિયા ખાતે પતિ મનીષભાઈ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા વંદનાબેનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરેલ છે.જ્યારે માળીયા મિયાણામાં પેટ્રોલ પંપ પાસે કાર અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ થયેલ મારામારીમાં ઈજાઓ થતા સલીમભાઈ અકબરભાઈ મોવર નામના ૩૨ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા રેલ્વે સ્ટેશન રોડ ઉપર સોલડી નજીક માધવપુર સોસાયટીમા રહેતા કિશન ડાયાભાઇ બાવળીયા નામના ૨૨ વર્ષના યુવાનને બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતા જાકમ અલીભાઈ ભટ્ટી નામના ૪૨ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. તેમજ મોરબીના હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે નર્મદા કેનાલ પાસે રતિભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા શંકરભાઈ રાઠવા નામના ૫૨ વર્ષના આધેડ ચાલુ ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા ઈજા પહોંચતા સારવારમાં મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતા.

કારમાં આગ લાગી

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા રસિકભાઈ બચુભાઈ ઘોડાસરાએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી કે, મોરબીના પીપળી રોડ ઉપર ઇટાલિકા સીરામીકના નવા બનતા સેડ નજીક તેઓની હુંડાઈ આઇ-૧૦ કાર નંબર જીજે ૨૪ એ ૯૭૬૬ ચાલુ કરવા માટે જ્યારે તેઓએ સેલ્ફ માર્યો ત્યારે કારના એન્જિનમાંથી આગ લાગવા લાગી હતી અને આગના લીધે તેઓને કારમાં નુકસાની પહોંચી હતી.






Latest News