મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

હળવદના ઢવાણામાં વાડી વાવવા માટે રાખનાર દંપતીને ભાગ ન આપવા માટે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE









હળવદના ઢવાણામાં વાડી વાવવા માટે રાખનાર દંપતીને ભાગ ન આપવા માટે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદના ઢવાણા ગામે આદિવાસી દંપતિએ ખેતીની બાવન વીઘા જમીન વાવવા માટે રાખી હતી અને તેમાં કપાસ તેમજ દિવેલાનું વેવતર કર્યું હતું જોકે, પાક તૈયાર થઈ ગયો હતો અને વાડીના મલીકને તેઓને તે પાકમાંથી ત્રીજો ભાગ આપવાનો હતો પરંતુ તે ભાગ આપવો ન પડે તે માટે મહિલાને ગાળો આપી હતી અને તેના પતિને લાકડાના હાથા વડે શરીરે માર માર્યો હતો તેમજ માંથા અને ડાબા ખભામાં ઇજા કરી હતી આટલું જ નહીં વાડીના માલિકના સાળાએ તેઓ ફરિયાદ કરવા માટે જશે તો જીવતા જવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી જેથી કરીને મહિલાએ હાલમાં વાડીના માલિક સહિત બે સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના ચીલીયાવાંટ પતીયાળા ફળીયાના રહેવાસી અને હાલમાં હળવદના ઢવાણા ગામે મુળજીભાઈ રજપુતની વાડીમાં રહીને ખેતીમાં મજૂરી કામ કરતાં અંગીબેન ફતેસિંહભાઈ વાટીયાભાઈ જાતે નાયકા (૫૫) એ હાલમાં વાડીના માલિક મુળજીભાઈ રજપુત રહે. ઢવાણા અને તેના સાળા રણજીતભાઈ રહે. કૈલાશનગર તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી મુળજીભાઈ રજપુતની ઢવાણા ગામે આવેલ બાવન વીઘાની ખેતી ફરીયાદી તથા તેમના પતિએ ત્રીજા ભાગે વાવવા માટે રાખેલ હતી અને ફરીયાદીએ કપાસ તથા દિવેલાના પાકનું વાવેતર કર્યું હતું તે પાક તૈયાર થઈ ગયેલ હતો જે પાકમાં ફરીયાદીને ભાગ ન આપવો પડે તે માટે આરોપી મુળજીભાઈએ વાડીએ આવી આ કામના ફરીયાદી અનુસુચીત જન જાતીના છે તેવી હકીકત જાણતા હોવા છતા ફરીયાદીના પતિને બહાનુ કાઢી ગમે તેમ જાતીય અપમાનીત ગાળો બોલી કોદાળીના લાકડાના હાથા વડે શરીરે માર માર્યો હતો તેમજ માંથામાં અને ડાબા ખભામાં ઇજા કરી હતી તેમજ ફરીયાદીને આ બનાવની જાણ કોઈને કરશો તો તમને જીવતા દાટી દઈશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ફરિયાદીના પતિને સારવાર માટે હળવદ સરકારી દવાખાને લઈને આવ્યા હતા ત્યાંથી પોલીસ સ્ટેશનને ફરીયાદ કરવા માટે નહિ જવા દેવા વાડીના માલિકોનો સાળો રણજીતભાઈ આવ્યો હતો અને ગમે તેવી ગાળો બોલી સાલા નીચ આદીવાસીઓ અહિંયા કાઠિયાવાડમાં અમે કહીએ તેમ થાય તમારૂ અહિંયા કોઈ સાંભળે નહી તેવુ કહી અમોને દવાખાને રોકી રાખી પોલીસ ફરીયાદ કરવા જવા દીધા ન હતા અને પોલીસ ફરીયાદ કરવા જશો તો તમોને અહીંયાથી જીવતા જવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એક્ટની કલમ ૩(૧) (R) (S), ૩(૨)(૫-અ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવાં માટેની પોલિસેતજવીજ શરૂ કરેલ છે




Latest News