વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દુષ્કર્મની ફરિયાદને પાછી ખેચી લેવા મહિલાના દીકરાને આરોપીના પિતા સહિત ત્રણ શખ્સોએ આપી ધમકી


SHARE









મોરબીમાં દુષ્કર્મની ફરિયાદને પાછી ખેચી લેવા મહિલાના દીકરાને આરોપીના પિતા સહિત ત્રણ શખ્સોએ આપી ધમકી

મોરબીમાં સફાઈનું કામ કરતી મહિલાને ધારિયું બતાવીને કારમાં ઉઠાવી ગયા હતા અને ત્યાર બાદમાં તેની સાથે બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને મહિલાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તેવામાં આરોપીના પિતા સહિતના ચાર શખ્સોએ ભોગ બનેલ મહિલાના દીકરાને ફરિયાદ પછી ખેચી લેવા માટે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં વધુ એક ગુનો દુષ્કર્મ આચારનારા શખ્સનાં પિતા સહિત ચાર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે જેથી પોલીસે આરોપીને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં પાલિકા દ્વારા રાત્રી સફાઈનું કામ કરતી મહિલાને બે ઈસમો ધારિયું બતાવીને તેની સાથે સ્વીફ્ટ કારમાં લઈને ગયા હતા ને ત્યાર બાદ ધારિયા વડે તેને શરીરે ઇજા કરી હતી અને આશિષ તેમજ પંકજ નામના બે શખ્સોએ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને ઇજા પામેલ મહિલાને મોરબી સિવિલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને તેને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે દરમ્યાન આરોપીના પિતા અને તેની સાથે અન્ય ત્રણ શખ્સો ભોગ બનેલ મહિલાના દીકરા પાસે આવ્યા હતા અને તેની માતાએ કરેલ ફરીયાદને પછી ખેચી લેવા માટે આરોપીના ઉમરલાયક પિતા સહિત ત્રણ શખ્સોએ એક સંપ કરી સિવિલ હોસ્પિટલે આવી ભોગ બનેલ મહિલાના દીકરા તેમજ સાહેદને જાતી પ્રત્યે અપમાનિત શબ્દો બોલી, મનફાવે તેવી ગાળો આપી, ફરીયાદ પાછી ખેંચી લ્યો નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ અનુસુચીત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારણા અધિનિયમ ૨૦૧૫ ની કલમ 3(1)(r) (s), 3(2)(5A) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડી લેવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News