માળીયા (મી)ના જુમાવાડી પાસે રીવોલ્વર (સ્ટાર્ટર)માંથી હવામાં ફાયરિંગ કરનારા બે શખ્સની ધરપકડ
માળીયા (મી)ના નવા અંજિયાસરમાં યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
SHARE
માળીયા (મી)ના નવા અંજિયાસરમાં યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
માળીયા મીયાણા તાલુકાના નવા અંજિયાસર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા મુસ્તાક અબ્દુલભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૨૫)એ ગઈકાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને તેનો ભાઈ અલીશા અબ્દુલભાઈ મોવર રહે. નવા અજીયાસર વાળો માળિયા સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આપઘાતના આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
દેશી દારૂ
માળીયા મીયાણા તાલુકામાં આવતા વર્ષામેડી ગામના ફાટક પાસેથી બાઈક નં જીજે ૩ જેએન ૬૪૪૭ પસાર થતું હતું જે બાઈકને રોકીને પોલીસે ચેક કરતા બાઇક ચાલક પાસેથી આઠ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળી ૨૦૧૬૦ નો મુદ્દામાલ કબજે કરી રણજીતભાઈ બળદેવભાઈ સરવૈયા જાતે કોળી (૧૯) રહે. નીરૂબેનનગર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રમજાન કરી સંધવાણી રહે. જુના રેલ્વે સ્ટેશન રોડ વાળા વિસ્તાર માળીયા મીયાણા વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે