મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતના સ્મરણાર્થે યોજાયેલ નેત્રમણી કેમ્પનો  ૪૩૦ દર્દીઓએ લાભ લીધો


SHARE









મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતના સ્મરણાર્થે યોજાયેલ નેત્રમણી કેમ્પનો  ૪૩૦ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતના સ્મરણાર્થે યોજાયેલ નેત્રમણી કેમ્પનો  ૪૩૦ દર્દીઓએ લાભ લીધો  હતો.રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભા.જ.પ. પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પત્રકાર દીલીપભાઈ બરાસરા, પ્રવિણભાઈ વ્યાસ તથા સુરેશભાઈ ગોસ્વામીની ઉપસ્થિતીમાં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. 

ગુજરાની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ છે. તેવી જ રીતે ગઇકાલે કેમ્પ યોજાયો હતો જેનો ૪૩૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૮૮ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.

આ કેમ્પ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે યોજાયો હતો. ત્યારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભા.જ.પ. પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં યોજાયેલા ૧૫ કેમ્પનો ૪૪૫૩ લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ ૧૯૯૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ પાંવ, ફીરોઝભાઈ  તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. 




Latest News