મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના દલડી ગામે ભરડીયામાં કામ દરમિયાન હાથ કપાઈ જતા યુવાન સારવારમાં


SHARE









મોરબીના દલડી ગામે ભરડીયામાં કામ દરમિયાન હાથ કપાઈ જતા યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકાના દલડી ગામે ભરડીયામાં કામ દરમિયાન મશીનના બેલ્ટમાં હાથ આવી જતા કોણીએથી હાથ કપાઈ જતા ઈજાગ્રસ્ત યુવાનને અમદાવાદ બાદમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના થાન તાલુકાના મનડાસર ગામે રહેતો મુન્નાભાઈ જીવણભાઈ સાપરા નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના દલડી ગામે લાખાભાઈના ભરડીએ મશીન ઉપર કામ કરતો હતો ત્યારે મશીનના બેલ્ટમાં તેનો હાથ આવી જતા તેનો હાથ કોણીએથી કપાઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં મુન્નાભાઇ સાપરાને મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે જેથી એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતો કિશન ઘેલાભાઈ ખીંટ નામનો ૨૭ વર્ષનો યુવાન કોઈ કારણોસર તેના ઘેર ઉંદર મારવાની દવા ખાઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જીગ્નેશાબેન કણસાગરા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતો ગોપાલભાઈ ભૂદરભાઈ સલાટ નામનો ૩૫ વર્ષનો યુવાન તેના ઘરે પહેલા માળેથી લપસીને નીચે પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતો હિત અલ્પેશભાઈ જગોદરા નામનો ૧૪ વર્ષનો તરૂણ બાઈકમાં પાછળ બેસીને જતો હતો ત્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપર લજાઇ ચોકડી નજીક બે બાઈક સામસામા અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા હિત અલ્પેશભાઈ નામના તરૂણને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.




Latest News