મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ


SHARE









ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયે કાંતિભાઈ અમૃતિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછયું ઓલ ઈઝ વેલ

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૯૩ બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ કમલમ ખાતે અવાયા હતા ત્યારે ભાજપના આગેવાનોને મળ્યા હતા તેની સાથે મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને પણ મળ્યા હતા અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર મતદાન પૂર્ણ થઈ ગયેલ છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથના ઈસારા વડે “ઓલ ઈઝ વેલ” પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો જવાબ આપ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબકાનું મતદાન યોજાઇ ગયું છે જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનો સમાવેશ થાય છે અને ત્યાર બાદ મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને બીજા તબકાનું મતદાન જે બેઠકો ઉપર થવાનું હતું ત્યાં પ્રચાર માટે મોકવામાં આવ્યા હતા અને ગઇકાલે બીજા તબકાના મતદાન પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવ્યા હતા ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિત ભાજપના આગેવાનોને મળ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિલાલ અમૃતિયા સામે હાથથી ઈસારા વડે “ઓલ ઈઝ વેલ” પૂછયું હતું ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ બે હાથ જોડીને સહુ સારા વાના થઈ જશે તેવો સાંકેતિક જવાબ આપ્યો હતો




Latest News