મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે હથિયાર સાથે પકડાયેલા આરોપી રિમાન્ડ ઉપર


SHARE









મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે હથિયાર સાથે પકડાયેલા આરોપી રિમાન્ડ ઉપર

મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી પોલીસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ૧ પીસ્તોલ તથા બે જીવતા કાર્ટીસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.


મોરબીના ખાખરેચી દરવાજા પાસે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે એસઓજીના પીએસઆઈ એમ.એસ.અંસારી અને સ્ટાફ દ્વારા એક શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી હથિયાર મળી આવ્યું હતું જેથી પોલીસે ૧૦૦૦૦ નું હથિયાર અને ૨૦૦ રૂપિયાની બે કાર્ટીઝ કબજે કરી હતી અને આરોપી મકબુલ ઇસ્માઇલભાઇ મનસુરી જાતે પીજારા (૨૨) રહે. ગ્રીન ચોક કુબેરનાથ રોડ, મેમણશેરી, મોરબી વાળાને પકડીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

દેશીદારૂના ગુનામાં આરોપી જેલ હવાલે

મોરબી જિલ્લાના પોલીસ જુદાજુદા ગુનામાં નોંધાયેલા આરોપીઓની પાસાની દરખાસ્ત મૂકે છે તેવી જ રીતે દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ચોટીલા તાલુકાના ખાટડી ગામના મનોજ મોહનભાઇ સાગઠિયા નામના શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા મોરબી એલસીબી ટીમે ખાટડી ગામેથી આરોપીને પકડીને પાસા વોરંટની બજવણી કરી હાલમાં આરોપીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News