મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા યુવાનનું મોત


SHARE









મોરબીના કૃષ્ણનગર ગામે રહેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેકનો હુમલો આવતા તેનું મોત નીપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.બનાવ સંદર્ભે વધુમાં તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા ચંદુભાઈ ભીખાભાઈ ભીમાણી નામનો ૪૬ વર્ષનો યુવાન તેના ઘરે હતો ત્યારે ગઈકાલે તેને હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજયુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા બનાવની જાણ થવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ અંગે તપાસ ચલાવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઈજા પામેલા જશોદાબેન પ્રેમજીભાઈ સોલંકી અને હેત્વીબેન મુકુંદભાઈ સોલંકી (ઉમર ૪) રહે. શોભેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ પહોંચતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર એન્ટિક સીરામીકથી આગળના ભાગે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા રાજકુમાર નામના ૪૫ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અહીં તે બેભાન હોય તેને રાજકોટ લઈ જવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી રહી હતી દરમ્યાનમાં તે ભાનમાં આવતા હોસ્પિટલ સુત્રોને કંઈપણ જાણ કર્યા વિના તે દવાખાનેથી ભાગી છુટ્યો હતો હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીના બનાવમાં ઈજા

મોરબી તાલુકાના બાદનપર (આમરણ) ગામે રહેતા મહેન્દ્રભાઈ મોહનભાઈ સાવરીયા (૨૮), મોહનભાઈ હીરાભાઈ સાવરીયા (૫૬) અને મનોજભાઈ હીરાભાઈ સાવરીયા (૩૬) ને આમરણ (બાદનપર) ગામે વાડી વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા બનાવ અંગે નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.




Latest News