મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના મંદરકી પાસે દરીયાકાંઠે માથાભારે શખ્સોએ બનાવેલા માટીના પાળા હટાવવા માછીમારોની માંગ


SHARE







માળીયા (મિ)ના મંદરકી પાસે દરીયાકાંઠે માથાભારે શખ્સોએ બનાવેલા માટીના પાળા હટાવવા માછીમારોની માંગ

માળીયા મિયાણા તાલુકાનાં જુના ઘાટીલા પાસે મંદરકી ગામે આવેલ છે અને ત્યાં રહેતા માછીમારો મચ્છી મારી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જો કે, દિરયાકાંઠે માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદે માટીના પાળા ઊભા કરવામાં આવેલ છે અને આ શખ્સોએ આશરે ૧૦ ફૂટ જેટલા ઊંચા પાળા ઊભા કરેલ છે જેથી કરીને દરિયાનું પાણી આવતું બંધ થઈ ગયેલ છે જેથી કરીને મચ્છી મારી કરીને પરિવાર ચલાવતા ૬૫ જેટલા માછીમાર પરીવારની રોજીરોટી ઉપર સવાલ ઊભો થયેલ છે જેથી કરીને સ્થાનિક લોકોએ માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને ગેરકાયદે ઊભા કરવામાં આવેલ પાળાને દૂર કરવાની માંગ કરેલ છે

માળીયા મિયાણાના મંદરકી ગામે રહેતા હસનભાઇ હજીભાઇ નોતિયાર, ગુલમમાદભાઈ જેડા, હુસેનભાઇ નોતિયાર, જેડા અજરુદીનભાઈ, જેડા મુસ્તાક રસુલભાઇ સહિતના મચ્છી મારો દ્વારા હાલમાં માળીયાના મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઑ વર્ષોથી માછીમારીનો ધંધો કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે જો કે, છેલ્લા બેથી ત્રણ વર્ષથી અમુક માથાભારે લોકો દ્વારા સરકારે માછીમારી માટે ફાળવેલ જમીન પર પોતાના મીઠાના ધંધાને વિકસાવવા અને પોતાના અંગત સ્વાર્થ માટે માછીમારીની આ જમીન પર આશરે ૧૦ ફૂટ જેટલા ઊચા અને પોહળા પાળા બાંધી લેવામાં આવેલ છે જેથી કરીને દરિયાના પાણીને રોકી લેવામાં આવતા માછીમારી કરી શકાતી નથી અને હાલમાં ૬૫ જેટલા પરીવારોની રોજીરોટીનો સવાલ ઊભો થયેલ છે

વધુમાં આ લોકોએ જણાવ્યુ છે કે, માછીમારીનો ધંધો વર્ષોથી કરતાં હોય તેને માછીમારીના મત્સઉદ્યોગ કચેરી દ્વારા લાયસન્સ પણ આપવામાં આવેલ છે તેમજ માછીમારીમાં ઉપયોગમાં લેવાતી બોટોની નોંધણી પર તેઓએ કરાવી છે આટલું જ નહીં વખતો વખત રીન્યુ પણ કરેલ છે તેમ છતાં પણ રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા સરકારે મચ્છીમારી માટે ફાળવેલ જમીન ઉપર પાળા બાંધીને દરિયાના પાણીને રોકી લીધેલ છે માટે તે પાળાને દૂર કરવા છેલ્લા ત્રણ વર્ષથી જુદાજુદા લાગુ પડતાં વિભાગની કચેરીઓમાં લેખીત અને મોખિક રજુઆતો કરેલી છે તો પણ કોઈ અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી ત્યારે જો હવે આ પ્રશ્નનું નિરાકરણ વહેતી તકે નહિ આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

હાલમાં માછીમારો દ્વારા જે માંગણીઓ કરવામાં આવી છે તેમાં સરકારે માછીમારોને આપેલ જમીન ઉપરથી તાત્કાલિક ગેરકાયદે પાળાને દૂર કરવામાં આવે, વર્ષો પહેલા સરકારે મચ્છીમારી માટે જે જમીન આપી હતી તે માછીમારો માટે પુરતી ન હોવાટી હવે માછીમારો પરીવારને વધુ ૧૨ એકર જમીન ફાળવવામાં આવે, તેના પર ભવિષ્યમાં આવો કબજો ન થાય તેની તકેદારી રાખવામાં આવે, માછીમાર પરીવાર અને ધંધા માટે સરકારની જુદી જુદી કચેરીઓની યોજનાઓ તેમજ સહાય સહેલાઈથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી, માછીમાર પરીવારના બાળકોને શિક્ષણ સહેલાઇ મળે અને બાળકોના ભવિષ્યના ઘડતર થાય તેવી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી, માછીમાર પરીવારી રાત દિવસ ધંધા માટે દરિયાકાંઠે રહે તેમના માટે જરૂરી લાઇટ, પીવાના પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News