મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું


SHARE









મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું

મોરબી નજીકના રવાપર ગામેથી થોડા દિવસો પહેલા એક યુવતી ગુમ થઈ જતા તેના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનો ખુલ્યું હતું. 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.બી.ઝાલા દ્વારા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે ધાયડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ સામતભાઈ ગરચર (ઉમર ૪૫) કે જેઓ રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરે છે તેઓની દીકરી પૂજાબેન રમેશભાઈ ગરચર (ઉંમર ૧૯) ગત તા.૧૭-૧૦ ના મોડીરાત્રીના બે-ત્રણ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પુજાબેનનો પતો ન લાગતા તેણીના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને દરમિયાનમાં ગઈકાલ તા.૫-૧૨ ના ગુમ થયેલા પૂજાબેન રૂબરૂ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેઓને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અગાઉ પોતાની શેરીમાં રહેતા અને હાલમાં મોરબીના વાવડી ગામ પાસે આવેલ ભૂમિ ટાવર નજીક રહેતા ભરતસિંહ ઝાલુભા પઢિયાર નામના યુવાન સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હોય અને તેની સાથે તેઓએ બારાઇ (મુન્દ્રા-કચ્છ) પાલિકા ખાતે રજીસ્ટર મેરેજથી લગ્ન કરી લીધા છે જે અંગે પોલીસે નોંધ કરી હતી. હાલ પૂજાબેન પોતાના પતિ સાથે જવા ઇચ્છતા હોય પોલીસે તે મુજબની નોંધ કરી આગળની તજવીજ હાથ કરી હતી.

મોટાભેલા પાસે રિક્ષામાંથી પડી જતા ઇજા

મોરબી જિલ્લામાં આવેલા માળીયા મીંયાણા તાલુકાના ભાવપર ગામના વતની જાનકીબેન ભરતભાઈ દાવા નામની ૪૭ વર્ષીય મહિલા મોરબીથી ભાવપર જવા માટે નીકળ્યા હતા. ત્યારે તેઓની રીક્ષા માળિયા તાલુકાના મોટા ભેલા ગામે આવેલ જીવરાજ થોભણ હાઈસ્કૂલના રોડ ઉપરથી પસાર થતી હતી તે દરમિયાન તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા ઈજા પામેલા જાનકીબેન ભરતભાઈ દાવાને સારવાર માટે મોરબીની ડો.હેમલ પટેલ હોસ્પીટલે સારવાર માટે લવાયા હતા જેથી જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આગળની તપાસ માટે બનાવ માળિયા પોલીસ મથકની હદમાં બનેલો હોય માળીયા પોલીસને જાણ કરવામાં આવી હોવાનુ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News