મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં દુષ્કર્મની ફરિયાદને પાછી ખેંચી લેવા મહિલાના દીકરાને ધમકી આપનાર આરોપીના પિતા જેલ હવાલે : ૩ ની શોધખોળ


SHARE









મોરબીમાં દુષ્કર્મની ફરિયાદને પાછી ખેંચી લેવા મહિલાના દીકરાને ધમકી આપનાર આરોપીના પિતા જેલ હવાલે : ૩ ની શોધખોળ

મોરબીમાં થોડા દિવસો પહેલા સફાઈનું કામ કરતી મહિલાને ધારિયું બતાવીને કારમાં ઉઠાવી ગયા હતા અને ત્યાર બાદમાં તેની સાથે બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેને પકડીને હાલમાં પોલીસે જેલ હવાલે કરેલ છે અને ત્યાર બાદ આરોપીના પિતા સહિતના ચાર શખ્સોએ ભોગ બનેલ મહિલાના દીકરાને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેવી ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે દુષ્કર્મ આચારનારા શખ્સનાં પિતાની ધમકી આપવા સબબ ધરપકડ કરીને પોલીસે તેને જેલ હવાલે કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

થોડા દિવસો પહેલા મોરબીમાં રાત્રી સફાઈનું કામ કરતી મહિલાને બે ઈસમો ધારિયું બતાવીને કારમાં લઈને ગયા હતા અને ધારિયા વડે તેને શરીરે ઇજા કર્યા બાદ તે મહિલા સાથે આશિષ તેમજ પંકજ નામના બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને ઇજા પામેલ મહિલાને મોરબી સિવિલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને તેને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે. દરમ્યાન આરોપીના પિતા અને તેની સાથે અન્ય ત્રણ શખ્સો ભોગ બનેલ મહિલાના દીકરા પાસે આવ્યા હતા અને તેની માતાએ કરેલ ફરીયાદને પાછી ખેંચી લેવા માટે આરોપીના ઉમરલાયક પિતા સહિત ત્રણ શખ્સોએ ભોગ બનેલ મહિલાના દીકરા તેમજ સાહેદને જાતી પ્રત્યે અપમાનિત શબ્દો બોલી, મનફાવે તેવી ગાળો આપી, ફરીયાદ પાછી ખેંચી લ્યો નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં એસસીએસટી સેલના ડીવાયએસપી દ્રારા હેમંત દેવજીભાઇ આદ્રોજા (ઉમર ૫૫) રહે.રવાપર ઘુનડા રોડ ગોલ્ડન વ્યૂ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ બીજા આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ ખાતે આવેલ ખારીવાળી વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા રસીલાબેન મહેશભાઈ જાંબુકિયા નામની ૩૪ વર્ષીય મહિલા ઘર નજીકથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં હનુમાન મંદીર પાસે તેમના બાઈકની આડે અચાનક કૂતરું આડુ ઉતરતા તેઓનું બાઈક પલ્ટી મારી જતા ઇજાગ્રસ્ત થયેલા રસીલાબેનને સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી મોરબી પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ અર્થે હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી




Latest News