હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

જુગારીઓમાં જબરો ક્રેઝ: મોરબી માળીયા બેઠક ઉપર ઉમેદવારની હાર-જીતમાં લાગી ૧૦ કરોડથી વધુની શરતો


SHARE







જુગારીઓમાં જબરો ક્રેઝ: મોરબી માળીયા બેઠક ઉપર ઉમેદવારની હાર-જીતમાં લાગી ૧૦ કરોડથી વધુની શરતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થયેલ મતદાન બાદ કાલે મતગણતરી થવાની તે પહેલા મોરબી જિલ્લા સહિત ગુજરાતની તમામ બેઠક ઉપર ઉમેદવારની હાર જીત માટે તેને ટેકેદારોએ સહિતના લોકો લાખો નહિ કરોડો રૂપિયાની શરતો લાગી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં આવતી સૌથી હોટ મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે હાલમાં અનેક શરતો લાગી છે અને આ ચુંટણીમાં ભાજપની જીત ઉપર અંદાજે ૧૦ કરોડથી વધુની શરતો જુદાજુદા લોકો દ્વારા લગાવવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે તેના પર એક તરફ સટોડિયા દાવ લગાવવા લાગ્યા છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં ઉમેદવારની જીત માટે દાવો કરતા તેના મિત્રોટેકેદારોએ સહિતાઓની વચ્ચે લાખો નહિ પરંતુ કરોડો રૂપિયાની શરતો લાગી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, આ ચુંટણીમાં કોંગ્રેસ પાસે પાલિકાના ભ્રષ્ટાચાર અને ઝૂલતા પુલ તૂટવાના બનાવ સિવાય બીજો કોઈ મહત્વનો મુદ્દો હતો નહીં તો પણ કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં તેનો પૂરતો લાભ ઉઠાવી શકી ન હતી તે હક્કિત છે અને ભાજપના આગેવાનો કોંગ્રેસને મદદ કરી રહ્યા હોવાથી કોંગ્રેસને જીત નજર સામે દેખાતી હતી જો કે, કાંતિભાઈ અને તેની ટીમે પણ એકલા હાથે આ ચુંટણીમાં બેઠકને સર કરવા માટેની રણનીતિ બનાવી હતી જેથી કરીને ચૂંટણીનું મતદાન પૂરું થયા પછી હવે કાંતિભાઈ અને જયંતિભાઈના સમર્થકો, મિત્રો, ટેકેદારો સહિતના પોતાના ઉમેદવારની જીત ઉપર શરતો લગાવી રહ્યા છે.

આ વખતેની ચુંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી ત્રણ પાર્ટી વચ્ચેના જંગમાં આ ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે માટે ઉત્સુકતા લોકોમાં પણ જાગી છે. આટલું જ નહીં મતગણતરીને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યાર પહેલા શરતોનો દોર શરૂ થયો છે. અને હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં હાલમાં હાર જીત ઉપર ૧૦ કરોડથી વધુની શરત લાગેલ છે આટલું જ નહીં સટ્ટા બજારમાં પણ કરોડો રૂપિયાનો સટ્ટા મોરબીની બેઠક ઉપર લાગેલ છે તેમજ મોરબી બેઠક ઉપર કાંતિભાઈ અમૃતિયાને ૩૦૦૦, ૫૦૦૦ અને ૮૦૦૦ ની લીડ ઉપર એક માટે ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦ અને ૫૦૦૦ સુધીના ભાવની પણ શરતો લાગેલ છે જેથી કરીને આ પરિણામ ઉપર રાજકારણીઓ ઉપર જુગારીઓની પણ નજર મંડાયેલ છે.






Latest News