વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે શંકાના આધારે યુવાન, તેના પિતા અને કાકાને માર મારનાર ચારેયની ધરપકડ


SHARE









મોરબીના બાદનપર ગામે શંકાના આધારે યુવાન, તેના પિતા અને કાકાને માર મારનાર ચારેયની ધરપકડ

મોરબીના બાદનપર ગામે રહેતા યુવાનનો ભાઈ ખેતરના શેઢે પાડોશી ખેતર વાળાની પત્ની સાથે વાતચીત કરતો હતો જે બાબતે શંકા રાખીને મહિલાના પતિ સહિત ચાર શખ્સો દ્વારા વાત કરનારા યુવાનના ભાઈ, તેના પિતા અને કાકાને ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાને ચારેય શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે.

બાદનપર ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતાં નરેન્દ્રભાઇ મોહનભાઇ સાવરીયા (ઉમર ૨૮) એ ગઇકાલે જયેશ પરસોતમભાઇ સાવરીયા, કિશોર પરસોતમભાઇ સાવરીયા, રસીક બાબુલાલ સાવરીયા અને લાલા બાબુલાલ સાવરીયા રહે. બધા બાદનપર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, બાદનપરની સીમમાં ફરીયાદીના ખેતરે ફરિયાદીનો નાનો ભાઈ જયેશ આરોપી જયેશ પરસોતમભાઇ સાવરીયાની પત્ની સાથે અઠવાડીયા પહેલા ખેતરના શેઢે વાતચીત કરતો હતો જે આરોપી જોઇ જતા તેની શંકા રાખીને ફરિયાદી, તેના પિતા મોહનભાઇ અને કાકા મનોજભાઇ ખેતરનુ રખેવાળુ કરવા ગયેલ હતા ત્યારે ચારેય આરોપીઓ હાથમાં લાકડાના ધોકા લઇને આવેલ હતા અને ફરિયાદી યુવાનને જયેશ પરસોતમભાઇ સાવરીયાએ ડાબા પગે તેમજ ડાબા હાથે લાકડાના ધોકાનો ધા મારેલ હતા અને ફરીયાદી નીચે પડતા ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ તેના કાકા મનોજભાઇને આરોપી ચારેય આરોપીઓએ ધોકા વડે બન્ને સાથળના ભાગે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઇજાઓ કરી હતી તેમજ મોહનભાઇને આરોપી જયેશ અને કિશોરે લાકડાના ધોકા વડે માર માર્યો હતો ફરીયાદી યુવાનને જયેશ પરસોતમભાઇ સાવરીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે જયેશ પરસોતમભાઇ સાવરીયા, કિશોર પરસોતમભાઇ સાવરીયા, રસીક બાબુલાલ સાવરીયા અને સંજય ઉર્ફે લાલો બાબુલાલ સાવરીયા રહે. બધા બાદનપર તા.મોરબી વાળાઓની ધરપકડ કરેલ છે.

મારામારીમા ઈજા

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા વિજયાબેન ભલાભાઇ મકવાણા નામની ૪૨ વર્ષની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા તે અંગે તાલુકા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પતિ સાથે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા પહોંચતા વિજયાબેનને સારવારમાં ખસેડાયા હતા જે અંગે હાલમાં તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપરના રફાળેશ્વર ગામે રહેતો સંજય કરસનભાઈ રાઠોડ નામનો ૨૫ વર્ષનો યુવાન જુના જાંબુડીયા ગામે શિવગંગા કારખાના પાસે હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News