મોરબીના બાદનપર ગામે શંકાના આધારે યુવાન, તેના પિતા અને કાકાને માર મારનાર ચારેયની ધરપકડ
મોરબી-માળીયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા બેઠકનો કાલે ફેંસલો : ઉમેદવારોથી લઈને આમ જનતામાં અપાર ઉત્સાહ
SHARE
મોરબી-માળીયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા બેઠકનો કાલે ફેંસલો : ઉમેદવારોથી લઈને આમ જનતામાં અપાર ઉત્સાહ
મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે અને કાલે ગુરૂવારે સવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થયેલ મતદાનની મતગણતરી કરવામાં આવશે ત્યારે મોરબી જીલ્લામાં આવતી ત્રણેય વિધાનસભાની બેઠક માટેની મતગણતરી મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ પોળી ટેકનિક કોલેજ ખાતે રાખવામા આવેલ છે જેથી કરીને ચૂંટણી વિભાગ દ્વારા મતગણતરી માટેની જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હાલમાં મોરબી-માળીયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા બેઠકમાં ઉમેદવારોથી લઈને આમ જનતા સુધી તમામમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મોરબી જીલ્લામાં ૯૦૬ મતદાન મથકો ઉપર મતદારો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક ઉપર સરેરાશ ૬૯.૭૭ ટકા મતદાન થયુ છે અને તે ગત સામાન્ય ચુંટણીની સરખામણીએ ૦.૦૭ ટકા ઓછું મતદાન છે જો કે, મતદારોની સંખ્યામાં વધારો થયો છે તે પણ હક્કિત છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હોવાના કારણે મોરબી જિલ્લાની તમામ બેઠકો ભાજપે ગુમાવી હતી.
જો કે, આ વખતે શું તેને લઈને રાજકીય આગેવાનો તેમજ સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતે ગત ચુંટણીની લગોલગ જેટલું મતદાન થયું હોવાથી આ મતદાન કોને ફડશે અને કોને નડશે તેના લઈને બુથ વાઈઝ મતદાનના આંકડા મેળવીને હાલમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિતના જીત માટેના મતોનો તાળામેળ કરી રહ્યા છે જો કે, ઇવીએમ મશીનમાંથી એક પછી એક બુથના આંકડા નીકળશે ત્યાં પછી કેટલાકની ઉપર આભ ફાટી પડશે તે નિશ્ચિત છે
મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં આ ચૂંટણી ૬૭.૧૬ ટકા જેટલુ મતદાન થયું છે ગત ચુંટણીમાં ૭૧.૨૪ ટકા મતદાન હતુ ટંકારા પડધરી બેઠકમાં આ ચુંટણીમાં ૭૧.૧૮ ટકા મતદાન થયેલ છે અને ગત ચુંટણીમાં ૭૪.૧૨ ટકા મતદાન હતુ તો વાંકાનેર કુવાડવા બેઠકમાં આ ચુંટણીમાં ૭૧.૧૯ ટકા મતદાન છે અને ગત ચુંટણીમાં ૭૪.૩૮ ટકા મતદાન હતુ સરેરાશ આ વખતે જે મતદાન થયુ છે તે ૬૯.૭૭ ટકા છે અને ગત ચુંટણીમાં ૬૯.૮૪ ટકા મતદાન નોંધાયું હતુ એટ્લે કે ૦.૦૭ ટકા મતદાન ઓછું થયેલ છે તો પણ મતદારોની સંખ્યા વધી છે.
હાલમાં ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે કાલે તા. ૮ ના રોજ સવારે આઠ વાગ્યાથી મહેન્દ્રનગર ગામે પાસે ઘૂટું રોડ ઉપર આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે મતગણતરી કરવામાં આવશે સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી દરેક બેઠકમાં કુલ ૧૪-૧૪ ટેબલ ઉપર ઇવીએમ મશીન લઈ આવીને તેના આંકડા જાહેર કરવામાં આવશે અને એક બેઠક માટેના ૨૨ રાઉન્ડના અંતે બેઠકનું ફાઇનલ પરિણામ આવશે અને ત્રણ બેઠક માટે કુલ મળીને ૫૦૦ જેટલા કર્મચારીઓને મતગણતરી માટે રોકવામાં આવેલ છે.