મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની રાજકીય ડિઝાઇન ફેરવવાનું કામ જે કરતા હોય તેને સ્ટેજ તો ઠીક સંગઠનમાં પણ સમાવવા નહીં: કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબી જિલ્લાની રાજકીય ડિઝાઇન ફેરવવાનું કામ જે કરતા હોય તેને સ્ટેજ તો ઠીક સંગઠનમાં પણ સમાવવા નહીં: કાંતિભાઈ અમૃતિયા

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિલાલની ઐતિહાસિક જીત થયેલ છે ત્યારે મત ગણતરી સેન્ટરથી લઈને સનાળા રોડ પર આવેલ માર્કેટયાર્ડ સુધી વિજય સરઘસ યોજાયો હતો અને ત્યારબાદ ત્યાં કાંતિલાલ અમૃતિયાની સભા યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોરબી માળિયા વિસ્તારનો બધો જ સમાજ તેની સાથે રહ્યો છે જેથી કરીને ૬૨૦૭૯ મતની  ઐતિહાસિક લીડ સાથે ભાજયનું કમળ અહીંયા ખીલી ઉઠ્યું છે હવે અમારી જવાબદારી વધી છે અને આગામી સમયમાં લોકોના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટેને કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે તેવો પાણીદાર કોલ આપેલ હતો અને મોરબી જિલ્લાની રાજકીય ડિઝાઇન ફેરવવાનું કામ જે કરતા હતા તેને હવે સ્ટેજ ઉપર તો ઠીક સંગઠનમાં પણ સમાવવા નહીં તેવી ટકોર કરી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થયેલ મતદાનની મત ગણતરી કરવામાં આવી હતી ત્યારે જો મોરબી માળિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાનો ૬૨૦૭૯ મતે વિજય થયો છે ત્યારે મોરબીમાં મતગણતરી સેન્ટરથી લઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ માર્કેટયાર્ડ સુધી તેનું વિજય સરઘસ યોજાયું હતું તેમાં ઝૂલતા પુલની દુર્ઘટનાને ધ્યાને લઈને કોઈ જગ્યાએ આતિશબાજી કરવામાં આવી ન હતી અને ઢોલ નગારા વગાડવામાં આવેલ ન હતા અને ત્યાર બાદ યાર્ડમાં સભા યોજાઇ હતી જેમાં કાંતિલાલ અમૃતિયા સાથે વિશાળ સંખ્યામાં તેના ટેકેદારો, ભાજપ પરિવારના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો તેમજ તેના પરિવારજનો હાજર રહ્યા હતા

મોરબી ભાજપના સિનિયર આગેવાન પ્રજ્ઞેશભાઈ વાઘેલાએ જણાવ્યુ હતું કે કાંતિભાઈને પતાવી દેવા માટેની યોજના બનાવનારાઓના કુંડાળાં અમે ભૂસી નાખ્યા છે કેમ કે, અમારું માથું નીચું થાય, અવાજ નીચો થાય કે આંખ નીચું થાય તેવું કોઈ કામ કરેલ નથી મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયાએ જણાવ્યુ હતું કે, ૫૧ હજારની લીડ કીધી હતી ત્યારે સામે વાળા દાંત કાઢતા હતા જો કે, હવે તેની બોલતી બંધ થઈ ગયેલ છે મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી જે.પી.જેસવાણીએ જણાવ્યુ હતું કે, કાંતિભાઈ અમૃતીયએ લોકો માટે છેલ્લા વર્ષોમાં જે કામ કર્યું હતું તેની માહિતી આપી હતી તો ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઇ વાળાએ કાંતિભાઈ અમૃતિયા લોકનેતા છે માટે તેને ઐતિહાસિક લીડ આ બેઠક ઉપર મળી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી

માર્કેટિંગ યાર્ડની સભામાં કાંતિભાઈ અમૃતિયાએ તેમણે જણાવ્યું હતું કે, મોરબી માળિયા બેઠક ઉપર તમામ સમાજના લોકો તેની સાથે રહ્યા છે જેથી કરીને ભાજપનું કમળ ઐતિહાસિક લીડ સાથે મોરબી માળિયા બેઠક ઉપર ખીલી ઉઠ્યું છે અને આ ચૂંટણીમાં કેટલાક આગેવાનો દ્વારા જે કાવા દાવા કરવામાં આવ્યા હતા તેને આડેલા હાથે લેતા કાંતિભાઈએ ટકોર કરી હતી કે, આ જિલ્લાની રાજકીય ડિઝાઇન ફેરવવા માટેનું કામ જે કરતા હોય તે લોકોને સ્ટેજ ઉપર બેસાડવા નહીં અને સંગઠનમાં સમાવવા નહીં. ત્યારે સભામાં હાજર રહેલા લોકો દ્વારા ભારત માતા કી જય, અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ સહકારી ક્ષેત્રમાં પણ થોડો સુધારો કરવાની જરૂર હશે તો તે કરી નાખીશું તેનું પણ કાંતિભાઈ અમૃતિયાએ મંચ ઉપરથી કહ્યું હતું

આગામી દિવસોમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય, ખાસ કરીને માળિયા પંથકની અંદર લોકોની રોજગારીમાં વધારો થાય, બાળકોને સારું શિક્ષણ મળે તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા કામગીરી કરવામાં આવશે અને એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર મોરબી જિલ્લામાં નહીં થાય તેવી ખાતરી કાંતિલાલ અમૃતિયા ખાતરી આપી હતી વધુમાં તેને કહ્યું હતું કે, ૨૦ ટકા અને ૩૦ ટકા વાળા હવે સંકેલો કરી લેજો કેમ કે, હરામના પૈસા લેવા નહીં અહીને અહી જ ચૂકવવું પડે છે આ ચુંટણીમાં જીલ્લામાં ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્ય જેમાં પ્રકાશ તોડી નાખે તેવો, મેઘજીભાઇ સારા માણસ, દુર્લભજીભાઈ રેડી માણસ, જીતુભાઈ રેડી માણસ અને હું ડ્રાઈવર બનીશ જેથી કરીને આ જિલ્લાની ગાડી હવે સડસડાટ દોડશે અને આ જિલ્લાનું વાતાવરણ જે બગડયું હતું તે હવે સુધારી આપશુ આ સભાનું સંચાલન હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું 
 




Latest News