મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરના બંગલા સામે દુકાન પાસેથી બાઈકની ચોરી


SHARE









મોરબીમાં કલેકટરના બંગલા સામે દુકાન પાસેથી બાઈકની ચોરી

મોરબીમાં કલેકટરના બંગલા સામે આવેલ દુકાન પાસે બાઈકને પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે જેથી કરીને પોલીસે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ ઉપર એમ.એમ. સાયન્સ કોલેજની પાછળના ભાગમાં આવેલ જીવરાજ પાર્કમાં રહેતો દેવજીભાઈ અનિલભાઈ સનાલીયા (૨૮) એ હાલમાં અજાણ્ય શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી શહેરમાં કલેકટર બંગલાની સામેના ભાગમાં આવેલ રામ ટેલિકોમ નામની મોબાઇલની દુકાન પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ એચબી ૩૪૩૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોય હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News