મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મારા અને ભાજપ વિરુદ્ધ ઘેર ઘેર પ્રચાર કરવા નીકળેલ લોકોને મતદારોએ જવાબ આપી દીધો: કાંતિભાઈ અમૃતિયા


SHARE









મારા અને ભાજપ વિરુદ્ધ ઘેર ઘેર પ્રચાર કરવા નીકળેલ લોકોને મતદારોએ જવાબ આપી દીધો: કાંતિભાઈ અમૃતિયા

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની તેઓના માદરે વતન જેતપર ગામની અંદર સભા યોજાઈ હતી અને ત્યારે કે.એસ. અમૃતિયા, ગોપાલભાઈ સરડવા, બચુભા રાણા, રજનીભાઈ સહિતના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં જેતપર ગામના આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા અને ત્યારે તેમણે ખાસ કરીને મોરબીના પીપળીથી અણિયારી ચોકડી સુધી જે રોડ મંજુર થયો છે તે જિંદગીભર ન ટુટે તેઓ મજબૂત રોડ બનાવવા માટે થઈને લોકોને કોલ આપ્યો છે અને ગામના લોકોને કહ્યું હતું કે ગામમાં ગમે ત્યારે સારું કામ તમે લોકો કરશો ત્યારે હું તમારી સાથે ભેગો જ છો પણ કોઈપણ જગ્યાએ ખોટા કામ થાય તો હું ક્યારેય કોઈની સાથે નથી હોતો. વધુમાં તેમણે કહ્યું હતું કે વાઘપર ગામમાંથી પણ તેમને ૪૨૪ મતની લીડ મળી છે ત્યારે ઘેર ઘેર તેમના વિરુદ્ધમાં પ્રચાર કરવા માટે જે લોકો નીકળ્યા હતા તેને મતદારોએ જવાબ આપી દીધો છે અને સત્તા મળે ત્યારબાદ તેને જીરવી રાખવી તે ઘણું અઘરું છે આટલું જ નહીં ગામને લૂંટીને રાજકારણ ન કરી શકાય તેવી પણ કાંતિભાઈ અમૃતિયાએ સ્ટેજ ઉપરથી ટકોર કરી હતી અને હવે મોરબી જિલ્લામાં રાજકીય ડિઝાઇન બદલાવીને વિકાસની ડિઝાઇન કરવામાં આવશે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી




Latest News