મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી એવન્યુ પાર્ક ખાતે સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE









મોરબી એવન્યુ પાર્ક ખાતે સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

આદીકાળ થી સનાતન હિન્દુ ધર્મ મા ગૌમાતા નુ પૂજન-અર્ચન કરવા મા આવી રહ્યુ. ગૌમાતા માતા મા ૩૩ કરોડ દેવતાઓ નો વાસ છે ત્યારે ગૌસેવા ના લાભાર્થે મોરબી ના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક સોસાયટી ના સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન આગામી તા.૧૨-૧૨ સોમવારથી ૧૮-૧૨ રવિવાર દરમિયાન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવેના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરાવવામા આવશે. પોથીયાત્રા તેમજ કથા દરમિયાન આવતા ધાર્મિક માંગલિક ઉત્સવો જેવા કે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ સહીતના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ધામધૂમ થી ઉજવવામા આવશે.

હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિના પર્વ નિમિતે દાન-પૂણ્ય નો મહીમા રહેલો છે ત્યારે મકરસંક્રાંતિ પર્વ પૂર્વે ગૌસેવાના લાભાર્થે એવન્યુપાર્ક સોસાયટી ગરબીચોક ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા વિવિધ પ્રસંગોમા યજમાન બનવા તેમજ સહયોગ અર્પણ કરવા શહેર ની ધર્મપ્રેમી જનતા ને શ્રી હસુભાઈ ચંડીભમર-મો.૯૯૨૫૭ ૮૦૮૮૮. માવજીભાઈ પટેલ-મો.૯૦૯૯૦૧૭૯૦૦. રમાબેન કોઠીયા-મો.૯૭૨૭૮૭૧૯૧૯. જાગૃતિબેન કૈલા-મો.૯૭૨૬૮૦૭૩૪૦. નિર્મિતભાઈ કક્કડ (મો.૯૯૯૮૮ ૮૦૫૮૮) નો સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે. શહેર ની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહમા પધારવા તેમજ કથાનુ રસપાન કરવા સુંદરકાંડ મહિલા મંડળે ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે.




Latest News