મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ઘટના સમયે કરેલ બચાવ કામગીરીનો મજાક બનાવવાનો મતદારોએ જડબાતોડ જવાબ દીધો: કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબીમાં દુર્ઘટના સમયે કરેલ બચાવ કામગીરીનો મજાક બનાવવાનો મતદારોએ જડબાતોડ જવાબ દીધો: કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં સવા મહિના પહેલા ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને તેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા જેથી કરીને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે શુક્રવારે મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળીયાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેતા બનેલા મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને મૃતકોના પરિવારને ન્યાય મળે તેમજ મૃતકોને મોક્ષ મળે તેના માટે ભગવાનને પ્રાર્થના કરી હતી

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તેના લીધે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે જુદીજુદી સંસ્થાઓ દ્વારા જુદાજુદા કાર્યકમો કરવામાં આવ્યા હતા ત્યારે શુક્રવારે ઝુલતા પુલ પાસે આવેલ દરબારગઢ નજીક મચ્છુ માતાના મંદિરે મૃત્યુ પામેલા લોકોના મોક્ષર્થે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યજમાન તરીક મોરબી પાલિકાના સ્થાનિક ચૂંટાયેલા સભ્ય સીતાબા અનોપસિંહ જાડેજા તેમજ અનોપસિંહ જાડેજા તેમજ દર્શનાબેન નલિનભાઈ ભટ્ટ અને નલિનભાઈ ભટ્ટ બેઠા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી આ યજ્ઞના આચાર્ય પદે ધર્મેન્દ્રભાઈ જોશી હાજર રહેશે અને તેઓ શાસ્ત્રોક્ત વિધિ કરવી હતી 

ત્યારે મોરબી માળીયાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેતા બનેલા મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, પ્રજ્ઞેશભાઈ વાઘેલા તેમજ પાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા આટલુ જ નહીં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પણ ત્યાં હાજર રહ્યા હતા અને તે તમામ લોકોએ ઝૂલતો પુલ તૂટી પડ્યો હોવાથી મૃત્યુ પામેલ લોકોના મોક્ષર્થે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપી હતી

ત્યાર બાદ પત્રકારો સાથે વાત કરતાં કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે, ઝૂલતા પુલની દુર્ઘટનાના દુખ સાથે ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીનું પરિણામ આવ્યાની સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના મોક્ષર્થે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તે તમામ આત્માનોને મોક્ષ મળે તેમજ તેના પરિવારોને ન્યાય મળે તેના માટે ભગવાનને પ્રાર્થના કરેલ છે અને ઝુલતો પુલ તૂટ્યો હતો ત્યારે જે બચાવ કામગીરી કરી હતી તેને મજાક બનાવવાનો ઘણા લોકો પ્રયાસ કર્યો હતો જો કે, મતદારો અને મૃતકના પરિવાજનોએ તેને જડબા તોડ જવાબ આપી દીધો છે તો મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયાએ કહ્યું હતું કે, કાયમી દુર્ઘટના સમયે કાનાભાઇ લોકોની સાથે ઊભા રહ્યા છે એટલા જ માટે લોકોએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે






Latest News